Top Stories
જો જો ભાઈ... બેંકે ધક્કો ન થાય, જાન્યુઆરી મહિનામાં 14 દિવસ બેંકો રહેશે બંધ

જો જો ભાઈ... બેંકે ધક્કો ન થાય, જાન્યુઆરી મહિનામાં 14 દિવસ બેંકો રહેશે બંધ

નવા વર્ષમાં, 2025 માં જાન્યુઆરી મહિનામાં બેંક રજાઓ ક્યારે આવશે તે જાણવું મહત્વપૂર્ણ છે.  ખાસ કરીને 1 જાન્યુઆરી, 2025 ના રોજ, નવા વર્ષના પ્રથમ દિવસે, બેંકો ખુલ્લી રહેશે કે બંધ?  અહીં અમે તમને જાન્યુઆરી મહિનાની બેંક રજાઓ વિશે તમામ માહિતી આપીશું, જેથી તમે તમારી યોજનાઓ યોગ્ય રીતે તૈયાર કરી શકો.

જાન્યુઆરીમાં કેટલા દિવસ બેંક રજાઓ હોય છે?

જાન્યુઆરી 2025માં બેંકો માટે કુલ 14 રજાઓ હોઈ શકે છે.  તેમાં 2 શનિવાર અને 4 રવિવાર તેમજ અનેક રાષ્ટ્રીય અને પ્રાદેશિક રજાઓનો સમાવેશ થાય છે.  આવો, ચાલો જાણીએ કે જાન્યુઆરી મહિનામાં બેંકોમાં કયા દિવસોમાં રજા રહેશે.

01/01/2025: આઇઝોલ, ચેન્નાઇ, ગંગટોક, ઇમ્ફાલ, ઇટાનગર, કોહિમા, કોલકાતા અને શિલોંગમાં બેંકો નવા વર્ષના દિવસે બંધ રહેશે.
02/01/2025: આઇઝોલ, ગંગટોકમાં બેંકો નવા વર્ષની ઉજવણી માટે બંધ રહેશે.
06/01/2025: ગુરુ ગોવિંદ સિંહના જન્મ દિવસ નિમિત્તે ચંડીગઢમાં બેન્ક બંધ રહેશે.

11/01/2025: આઇઝોલ અને ઇમ્ફાલમાં મિશનરી દિવસ નિમિત્તે બેન્ક બંધ રહેશે.
14/01/2025: ગુજરાત, બેંગલોર, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગંગટોક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઈટાનગર, કાનપુર અને લખનૌમાં ઉત્તરાયણ/પોંગલ/માંકાર સંક્રાતિ/ બિહુ/ હજરત અલીના જન્મ દિવસ નિમિત્તે બેન્ક બંધ રહેશે.

15/10/2025: ચેન્નાઈમાં તિરુવ્લ્લુવર દિવસે બેન્કમાં રજા રહેશે.
16/01/2025: ચેન્નાઈમાં ઊઝાવર થિરુનલ નિમિત્તે બેન્ક બંધ રહેશે.
23/01/2025 : નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતી નિમિત્તે અગરતલા, ભુવનેશ્વર, કલકત્તામાં બેન્ક બંધ રહેશે.

આ રીતે, તમે જાન્યુઆરી 2025 માં બેંક રજાના આયોજનને ધ્યાનમાં રાખીને તમારા કાર્યને યોગ્ય રીતે સંચાલિત કરી શકો છો.