તહેવાર શરૂ થાય એ પહેલા સોનાએ મોજ કરાવી નાખી, જાણી લો આજના સોના ચાંદીના ભાવ

તહેવાર શરૂ થાય એ પહેલા સોનાએ મોજ કરાવી નાખી, જાણી લો આજના સોના ચાંદીના ભાવ

ઈક્વિટી માર્કેટના ઘટાડા વચ્ચે જો ક્યાંક જબરદસ્ત એક્શન જોવા મળી હોય તે છે બુલિયન માર્કેટમાં. સોનું અને ચાંદી તહેવારોની સીઝન પહેલા ભારે ઉછળી રહ્યા છે. વાયદા બજારમાં તો સારી એવી તેજી જોવા મળી છે પરંતુ સાથે સાથે શરાફા બજારમાં સોનું અને ચાંદી બંને પછડાયા છે. જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું પ્લાન કરતા હોવ તો લેટેસ્ટ રેટ એકવાર જરૂર ચેક કરજો..

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સોનું 56 રૂપિયા ગગડીને 75,584 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે.

જે શુક્રવારે 75,640 પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 51 રૂપિયા તૂટીને 69,235 રૂપિયાના સ્તરે જોવા મળ્યું જે શુક્રવારે 69,286 રૂપિયા પર ક્લોઝ થયું હતું.

ચાંદીની વાત કરીએ તો ચાંદી પણ આજે તૂટી છે અને ભાવ 1,113 રૂપિયા ગગડીને 90,335 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ જે શુક્રવારે 91,448 રૂપિયા પર ક્લોઝ થઈ હતી

વાયદા બજારમાં ભાવ
MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનું આજે સવારે 584 રૂપિયાની તેજી સાથે 75,442 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

શુક્રવારે સોનું 74,858 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 387 રૂપિયાના ઉછાળા સાથે 91,785 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી. જે શુક્રવારે 91,398 ના લેવલ પર  ક્લોઝ થઈ હતી.

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે.

આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી