Top Stories
એક વરસાદ રાઉન્ડ પૂર્ણ થતાં બીજો વરસાદ રાઉન્ડ આવશે; જાણો ક્યારે?

એક વરસાદ રાઉન્ડ પૂર્ણ થતાં બીજો વરસાદ રાઉન્ડ આવશે; જાણો ક્યારે?

22 તારીખની રાત્રિની અપડેટ મુજબ રાજ્યમાં વરસાદનું જોર ઘટયું છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં સારો વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે બાકી રહેલ ખેડૂત મિત્રોના મનમાં એક પ્રશ્ન છે ફરી સારા વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે?

જોકે હવામાન ખાતાએ 5 સપ્ટેમ્બર સુધી 26 જિલ્લામાં વરસાદની આગાહી જણાવી છે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમની અસર આવનાર એક દિવસમાં પૂર્ણ થઇ શકે છે ત્યાર પછી ગુજરાતમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સારાં વરસાદી ઝાપટાં ચાલુ રહે તેવી શક્યતાઓ છે.

આગોતરું એંધાણ: અમે આપને થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું એમ બંગાળની ખાડીમાં 28-29 તારીખ દરમિયાન ફરી લો પ્રેસર બને તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. જો તે તારીખ દરમિયાન લો-પ્રેશર બનશે તો ગુજરાતમાં 31 તારીખથી ફરી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ શકે છે. તે વરસાદનો રાઉન્ડ પણ નાનો હોઈ શકે છે. 5 સપ્ટેમ્બર સુધી ચાલી શકે છે. જોકે હજી ફેરફાર શકય છે.  

લો-પ્રેશરની અસર ક્યાં થઈ શકે?
જોકે હજી લો-પ્રેશર બનવાનું બાકી છે. એમનો ફાઇનલ ટ્રેક પણ નક્કી નથી થયો. તેમ છતાં હાલની સ્થિતિ મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ફરી સારો વરસાદ પડી શકે છે. જોકે કુદરતી પરિબળોને કારણે ઘણા બધા ફેરફારો થઇ શકે છે. પરંતુ આવનારા દિવસોમાં ફરી એક વરસાદના રાઉન્ડ માટે તૈયાર રહેવું. 

ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ છે કે જ્યાં હજી વરસાદની ઘટ નોંધાઈ રહી છે. જેમાં ખાસ કરીને કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. બાકી રહેલ જિલ્લાઓમાં પણ તે દિવસો દરમિયાન સારો વરસાદ પડે તેવી ભગવાનને પ્રાર્થના  કરીએ છીએ. 

વરસાદ અને બંગાળની ખાડીમાં લો-પ્રેસર સીસ્ટમ બનશે જેમની દરેક માહિતી અમે Khissu એપ્લિકેશનમાં જણાવતા રહેશું. માટે ખાસ તમે આજે જ khissu ની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો.