શું તમે પંજાબ નેશનલ બેન્ક (પી.એન.બી.) ના ગ્રાહકો છો? જો તમે PNB બેંક નાં ગ્રાહક છો તો તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. પી.એન.બી. એ એપ્રિલ 4 2022 થી પોઝિટિવ પે સિસ્ટમ-પીપીએસ લાગુ કરવા જઈ રહી છે. પી.એન.બી. દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ચુકવણી તપાસવા માટે 4 એપ્રિલથી ચેક પેમેન્ટ માટે વેરીફીકેશન જરૂરી રહેશે.
પી.એન.બી.ની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, પોઝિટિવ પે સિસ્ટમ 4 એપ્રિલ, 2022 થી ફરજિયાત રહેશે. જો ગ્રાહક બેંક શાખા અથવા ડિજિટલ ચેનલને રજૂ કરે છે, તો પી.પી.એસ. વેરીફીકેશન ફરજિયાત રહેશે. વધુ માહિતી માટે પી.એન.બી. ગ્રાહકો કૉલ કરી શકે છે. વધુ વિગતો માટે, PNB ગ્રાહકો 1800-103-2222 અથવા 1800-180-2222 પર કૉલ કરી શકે છે. અથવા તમે બેંકની વેબસાઈટ પર જઈ શકો છો.
પોઝિટિવ પે સિસ્ટમ શું છે? પોઝિટિવ પે સિસ્ટમ એ ફ્રોડ લોકોને પકડવાનું ટૂલ છે. જો આ સિસ્ટમ હેઠળની કોઈપણએ ચેક જારી કરી છે, તો તેને તમારા બેંકને સંપૂર્ણ વિગત આપવાની રહેશે.આ ચેક ઇશ્યૂમાં એસએમએસ, ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ અથવા મોબાઇલ બેન્કિંગ દ્વારા બેંક, તારીખ, નામ, એકાઉન્ટ નંબર, કુલ રકમ અને અન્ય આવશ્યક માહિતી બેંકોને આપવામાં આવશે. આ સિસ્ટમમાંથી પેમેન્ટ સુરક્ષિત રહેશે, તેમજ ચેક ક્લિયરન્સમાં ઓછો સમય લાગશે.