Top Stories
khissu

મોટી હલચલ / બધી આગાહી ને ખોટી પાડી ચોમાસું પહોંચી જશે વહેલાં, જાણો કઈ તારીખે?

છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી નો વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા હજી આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં અને 48 કલાક ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ આગાહી કરી છે. જ્યારે હાલ ઘણાં મોડેલ નાં માધ્યમ થી માહિતી મળી રહી છે કે દરેક આગાહી ને ખોટી પાડી ચોમાસું ગુજરાત માં વહેલું પહોંચી જશે. હાલ જે પરિબળો સાથે કેરળ અને કર્ણાટકમાં વરસાદ વરસી રહ્યો છે તેવાં જ પરિબળો સાથે ચોમાસું આગળ વધશે તો ગુજરાતમાં ચોમાસું વહેલું પહોંચી જશે.

1) ચોમાસું કેટલું વહેલું પહોંચી શકે છે? 
હાલ ચોમાસું ઝડપથી આગળ વધી આગળ વધી રહ્યું છે. કેરળ બાદ ગઈ કાલે કર્ણાટક સુધી પહોંચી ગયુ હતું અને આગામી 3 દિવસમાં મહારાષ્ટ્ર માં પહોંચી જશે તેવા ખાસ પરિબળો જોવા મળી રહ્યાં છે. આ વખતે ચોમાસું ઓડિશા તરફ આગળ વધવાની જગ્યાએ ગુજરાત તરફ ઝડપી આગળ વધી રહ્યું છે. સાથે 11 જૂને આસપાસ બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનશે. લો-પ્રેશર નાં કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ બાજુ ચોમાસા ને વેગ મળશે. 

વેધર નાં ઘણાં મોડેલ હાલ એવું બતાવી રહ્યા છે કે 11 થી 15 તારીખ વચ્ચે અરબી સમુદ્ર લાગુ વિસ્તારોમાં મોટો ટ્રફ ( સિસ્ટમ - વાદળનો ઘેરાવો) બનશે જે ગુજરાતમાં ભારે વરસાદ આપી શકે છે. આ ઘેરાવો કેરળ થી કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી હશે જે દરેક રાજ્યોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. આપ સૌ જાણો છો કે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં 17 થી 20 જૂન ચોમાસું પહોંચી જશે પરંતુ હાલમાં દેખાડી રહેલ સિસ્ટમ મોટી બનશે તો ગુજરાતમાં ચોમાસું વહેલાં બેસી જશે અને વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે. જોકે હવામાન ખાતાને ચોમાસા માટેનાં જે પરિબળો જોવા મળવા જોવે એ ના મળે પરંતુ ભારે તોફાની વરસાદ તો ચાલુ થઈ જ જશે. ચોમાસુ સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતમાં ત્યારબાદ સૌરાષ્ટ્ર માં અને ત્યાર પછી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે અને છેલ્લે કચ્છમાં ચોમાસુ જોવા મળશે.

2) હવામાન દ્વારા 6 જૂને ખાસ વરસાદ આગાહી: 6 જૂન ના રોજ ગુજરાતનાં છૂટાં છવાયા વિસ્તારમાં 40-50km ની ઝડપે મિની વાવાઝોડા સાથે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડે તેવી આગાહી કરવામાં આવી છે. કચ્છ સિવાઈ ના દરેક જિલ્લા માં પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે.

આ માહિતી ગુજરાતનાં દરેક ખેડૂતો જાણી શકે તે માટે વધુમાં વધુ શેર કરો.