ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (India Post Payments Bank- IPPB) ના ગ્રાહકોએ હવે ડોર સ્ટેપ બેન્કિંગ સેવાઓ મેળવવા માટે કેટલાક વધારાના ચાર્જ ચૂકવવા પડશે. આઈપીપીબીએ તમારા બેંકિંગ ચાર્જમાં ડોર સ્ટેપ બેંકિંગમાં કેટલાક ફેરફાર કર્યા છે, જો તમે ડોર સ્ટેપ બેંકિંગનો લાભ લેવા માંગતા હો, તો 1લી ઓગસ્ટ 2021 થી તમારે 20 રૂપિયા + જીએસટી ચાર્જ ભરવો પડશે. તેનો અમલ 1લી ઓગસ્ટથી કરવામાં આવશે. અત્યાર સુધી, ડોર સ્ટેપ બેંકિંગ (Doorstep Banking- DSB) સુવિધા ફ્રીમાં જ શરૂ છે, જે 1લી ઓગસ્ટ પછી નવા નિયમ મુજબ તેનો ચાર્જ વસુલવામાં આવશે.
આઈપીપીબી ડોર સ્ટેપ બેંકિંગ શું છે?
ડીએસબી સેવાઓની સાથે જ આઈપીપીબી ગ્રાહકો પણ તેમના ઘરે બેઠાં આરામથી બેન્કિંગ સુવિધાઓનો લાભ લઈ શકે છે. આ સેવાને ડોર સ્ટેપ સર્વિસ કહેવામાં આવે છે.
આ સેવા હેઠળ તમારે તમારા નિયમિત બેંકિંગ વ્યવહારો માટે તમારે ઘરેથી બહાર જવાની જરૂર નથી. આઈપીપીબીની ડોર સ્ટેપ બેંકિંગ સુવિધામાં લગભગ તમામ સેવાઓને આવરી લે છે, જેમ કે ખાતું ખોલવું, રોકડ થાપણ અને ઉપાડ, 24 × 7 મની ટ્રાન્સફર, રિચાર્જ, બિલ ચુકવણી, જીવન વીમા અને સામાન્ય વીમાની ખરીદી વગેરે.
આ પણ વાંચો: SBI ના કોઈ કર્મચારીની ફરિયાદ કેવી રીતે કરી શકાય? જાણો ફરિયાદ કરવા માટેની સંપુર્ણ પ્રોસેસ...
આઈપીપીબી એકાઉન્ટ સંબંધિત સેવાઓમાં આઈપીપીબી અને પોસ્ટ ઓફિસ ખાતાને જોડવું, પાન અપડેટ કરવું, નોંધણી કરવી, એકાઉન્ટ વિગતોની વિનંતી કરવી, સ્થાયી સૂચનાઓ આપવી, ક્યૂઆર કાર્ડ જારી કરવું વગેરે સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેંકિંગ જરૂરીયાતોને સ્થાનિક પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા સુરક્ષિત રીતે સંચાલિત કરવામાં આવે છે.
વ્યાજ દરમાં પણ ઘટાડો:
આ સિવાય ગ્રાહકોને તેમના બચત ખાતાના બેલેન્સ પર ઓછું વ્યાજ મળશે, કારણ કે આઈપીપીબીએ તાજેતરમાં ગ્રાહક તમામ પ્રકારના બચત ખાતા પર તેના વ્યાજ દરમાં સુધારો કર્યો છે. આ નવા દરો આ મહિનાથી એટલે કે 1 લી જુલાઈ 2021 થી અમલમાં આવ્યા છે. 1 લાખ રૂપિયા સુધીના બેલેન્સ પર વ્યાજ દર ઘટાડીને 2.5 ટકા કરી દેવામાં આવ્યો છે. આ અગાઉ આ વ્યાજ દર વાર્ષિક 2.75 ટકા હતો. સામાન્ય રીતે બચત ખાતાઓ પર ગ્રાહકોને ત્રિમાસિક ધોરણે વ્યાજ ચૂકવવામાં આવે છે.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ આપ્યું મોટું નિવેદન: ૧ જુલાઈથી આ લોકોની ચેક બુક કામ નહીં કરે
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.