હવામાન વિભાગની અપડેટ અનુસાર, અમદાવાદમાં હવે 24 જુન સુધી વરસાદ નહિવત રહેશે. ક્યાંક છુટોછવાયો વરસાદ આવે તેવી માત્ર શક્યતા છે. મિત્રો, 25/26માં ચોમાસુ મુંબઈ અને 27/28માં વેરાવળ સુરત લાઈન પર બેસી જાય તેવી શકયતા છે. 24/25 થી દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ શરૂ થઈ જાય અને ધીમે ધીમે વધે તેવી weather મોડલ મુજબ આગાહી.
1) જૂન મહિનાના અંતિમ અઠવાડિયામાં ચોમાસું એન્ટ્રી કરશે અને ધડબડાટી બોલાવશે.
2) 27 થી 30 જૂન અને જુલાઈની શરૂઆતમાં ગુજરાતના અતિભારે વરસાદ પડશે.
3) 27થી ૩૦ના સમયગાળા દરમિયાનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
4) આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે.
5) બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે.
6) ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે.
7) 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં પાણીની આવક થવાની શક્યતા છે જેમને કારણે જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે.
8) જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે વરસાદ પડશે તે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે સહાય રૂપ રહેશે.