હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધશે અને આજથી તારીખ 12 સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. તારીખ 15 પછી આ વરસાદની માત્રા વધશે. તારીખ 15 થી 20 માં કોઈક કોઈક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.
તારીખ 12 થી 15 માં દક્ષિણ સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવશે વરસાદતારીખ 14 અને 15 માં બંગાળના ઉપ સાગર માં એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમનો માર્ગ ગુજરાત તરફ આવવાની શક્યતા છે. જેના કારણે તારીખ 12 થી 15 માં ગુજરાતમાં વરસાદ આવશે. દક્ષિણ સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવશે. તારીખ 18 થી 22 માં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે
આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદદક્ષિણ સૌરાષ્ટના ભાગોમાં વડોદરાના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર, સુરત નવસારી, જંબુસર આ ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાત કડી, કલોલ, પાટણ મહેસાણા,સાબરકાંઠા, અરવલ્લી, ચોટીલા હળવદ, મોરબી, રાજકોટના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
ખેડૂતો માટે શું કહ્યું અંબાલાલે?હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને ખેડૂતો માટે આ વર્ષ કેવું રહેશે પૂછતા તેમણે જણાવ્યું કે ખેડૂતોને આ વર્ષ સારુ રહેશે પરંતુ ચોમાસામાં પણ ક્યારેક ક્યારેક પાકને પાણી મુકવું પડશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે હમણાં વાવેતર કરવાથી જીવ જંતુ પડવાની સંભાવના છે. ત્યાર બાદ જુલાઈ માસમાં પણ ચોમાસું સારું રહેવાની શક્યતા છે. જુલાઈના અંત સુધીમાં પવનની ગતિ રહેશે. પવનની ગતિ સાથે વરસાદ પણ પડી શકે છે. ત્યાર બાદ ઑગસ્ટમા વરસાદ ઓછો આવશે.