મિત્રો સોનામાં આગળ ભાવ હજી ઘટશે કે ફરી વધવાનો શરૂ કરી દેશે તો એ માટે આજનું એનાલિસિસ તમને જણાવીશું. મિત્રો સોના ચાંદીના ભાવ આપણા દેશમાં નક્કી થતા નથી ખરેખર સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય લેવલે નક્કી થાય છે જેમાં મોટાભાગે અમેરિકા અને યુરોપમાં થતી અસરો ખુબજ અસર કરતી હોય છે. હાલ જ અમેરિકામાં કંઈક ઘટના બની છે જેને કારણે સોના-ચાંદીમાં ભારે ઉથલ પાથલ આવી શકે છે.
મિત્રો પહેલા તો તમારે જાણવું જરૂરી છે કે સોનાના ભાવ વધશે કે ઘટશે તેનો અંદાજો લગાવતા સપોર્ટ લેવલ અને રસિસ્ટન્સ લેવલ શું કહેવાય ? ચાલો તો તમને જણાવી દઈએ કે સપોર્ટ લેવલ શું છે અને રસિસ્ટન્સ લેવલ શું છે ?
સપોર્ટ અને રસિસ્ટન્સ એટલે શું ? : સપોર્ટ એટલે એવું લેવલ કે ત્યાંથી ભાવ નીચે જશે કે નહીં તે ખબર પડી જાય. જો સપોર્ટ તૂટી જાય તો ભાવ નીચે જાય છે અને જો સપોર્ટ મજબૂત હોય તો ભાવ નીચે જતાં રોકે છે અને ત્યાંથી ભાવ ઉપર જવા માંડે છે.
રસિસ્ટન્સ એટલે એવું લેવલ કે ત્યાંથી ભાવ ઉપર જશે કે નહીં તે ખબર પડી જાય. જો રસિસ્ટન્સ તૂટી જાય તો ભાવ વધવા માંડે છે અને જો રસિસ્ટન્સ મજબૂત હોય તો ભાવ વધતા રોકે છે અને ત્યાંથી ભાવ ઘટે છે.
સોનું સપોર્ટ લેવલ તોડી નીચે પહોચ્યું : હાલ જ સોનામાં ૧૭૬૭ ડોલરનો સપોર્ટ તૂટી ગયો હતો અને સોનું ઝડપથી નીચે આવી ગયું અને ૧૭૦૦ ડોલરની આસપાસ પહોંચી ગયું. જેથી ભારતીય રૂપિયામાં જોઈએ તો ૪૫,૮૦૦ રૂ.ની સપાટીએ પહોંચી ગયું હતું.
અમેરિકામાં બની મોટી ઘટના/ સોનાના ભાવ ઘટતા અટકી જશે : હાલ જ અમેરિકામાં કોરોના કાળમાં મંદી આવી હતી જેથી ત્યાંની સરકારે ૧.૯ ટ્રિલિયન ડોલરનું સ્ટિમ્યુલસ પેકેજ નક્કી કર્યું છે જેનાથી અમેરિકાના દરેક નાગરિકને ૧૪૦૦ ડોલર એટલે કે ૧ લાખ રૂપિયાની સહાય મળી શકે છે. એક્સપર્ટનું માનવું છે કે અમેરિકામાં બનેલી આ અસરથી સોનાના ભાવ ઘટતાં અટકી શકે છે અને સાથે ભાવમાં વધારો પણ જોવા મળી શકે છે.
ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :
આજ ૦૮/૦૩/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :
૧ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૫.૭૦ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ - ૫૨૫.૬૦ રૂપિયા
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૫૭.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬,૫૭૦.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ - ૬૫,૭૦૦.૦૦ રૂપિયા
હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૪૨૧.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૫,૩૬૮.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૪,૨૧૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૪૨,૧૦૦.૦૦ રૂપિયા
હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૬૧૧.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૬,૮૮૮.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૬,૧૧૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૬૧,૧૦૦.૦૦ રૂપિયા
મિત્રો, રોજ સોનામાં ચાલતી હલચલ અને આગળ શું થશે તે અંગેના એનાલિસિસની માહિતી રોજ જાણતાં રહેવા માટે અમારી khissu ની વેબસાઈટને વિઝિટ કરતાં રહેજો.