સોનામાં મોટી ઉથલપાથલ, જાણો આજે કેટલો ભાવ થયો ?

સોનામાં મોટી ઉથલપાથલ, જાણો આજે કેટલો ભાવ થયો ?

સોના-ચાંદીમાં સતત થઈ રહેલા ઘટાડાને કારણે રોકાણકારો સોના-ચાંદીની ભરપૂર ખરીદી કરી રહ્યા છે. જોકે હાલ સોનામાં વધ ઘટ થતી જોવા મળે છે. સોનુ ૧૬૭૫નું સપોર્ટ લેવલ તોડવામાં સક્ષમ રહેત તો ખરેખર બહુજ નીચો ભાવ જવાની શક્યતાઓ હતી. પરંતુ ૧૬૭૫નું લેવલ તોડવું ખૂબ મુશ્કેલ ભર્યું હોવાથી તેને તોડી શક્યું નહીં જેથી ભાવ વધ ઘટ થયા રાખે છે.

માત્ર અઢી મહિનામાં લગભગ ૬,૨૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો: જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. જ્યારે આજે ૪૬,૩૦૦ રૂપિયા થયો છે. જેથી માત્ર બે મહિનામાં જ ૬,૨૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો.

ઓગસ્ટ મહિનાથી જ ભાવમાં ઘટાડો: આમ તો ઓગસ્ટ મહિનાથી જ સોના ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણકે ઓગસ્ટ મહિનામાં કોરોના સંકટ ઓછું થયું હતું અને ઉદ્યોગ ધંધા ફરી શરૂ થયા હતા જેથી સોના ચાંદીના ભાવોમાં ઘટાડો થતો ગયો.

૭ મહિનાના ટૂંકા ગાળામાં ૧૩,૭૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો : ઓગસ્ટ ૨૦૨૦ માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૬,૩૦૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૪,૯૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૭ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ રૂ.૧૩,૭૪૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ રૂ. ૧૨,૯૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૨૮/૦૩/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૪.૯૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૧૯.૨૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૪૯.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૪૯૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૪,૯૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૪૪૪.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૫,૫૫૨.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૪,૪૪૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૪૪,૪૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં એક જ દિવસમાં ૨૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે વધારો જોવા મળ્યો.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૩૦.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૦૪૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૩૦૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૩,૦૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં એક જ દિવસમાં ૨૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે વધારો જોવા મળ્યો.