સોનું ખરીદનારાઓ માટે સોનેરી તક, સતત ત્રીજા દિવસે સોનું જબ્બર સસ્તું, ખાલી આટલા હજારમાં મળશે એક તોલું?

સોનું ખરીદનારાઓ માટે સોનેરી તક, સતત ત્રીજા દિવસે સોનું જબ્બર સસ્તું, ખાલી આટલા હજારમાં મળશે એક તોલું?

આજે શુક્રવાર 20 ડિસેમ્બરે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. સોનું સતત ત્રીજા દિવસે સસ્તું થયું છે. જો તમે પણ લગ્નની સિઝનમાં સોનું ખરીદવા માંગો છો, તો તમારા માટે આ એક સારી તક છે.

આજે 20 ડિસેમ્બરે સોનાના 10 ગ્રામના ભાવમાં 750 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ સોનાનો ભાવ 750 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 700 રૂપિયા સસ્તો થયો છે. સોનાના ભાવમાં છેલ્લા સપ્તાહથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

દેશના તમામ શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 77,000 રૂપિયાથી વધુ છે. જ્વેલરી ખરીદનારાઓ માટે 22 કેરેટ સોનાના દરની વાત કરીએ તો તેની કિંમત 70 હજાર રૂપિયાથી વધુ છે. બજારના જાણકારોના મતે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થવાનો છે.

આજે 20 ડિસેમ્બરે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ હજાર રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂ. 91,500 છે. ચાલો જાણીએ દેશના મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો દર શું છે?

દિલ્હી ગોલ્ડ રેટઃ આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 77 હજાર 280 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 70,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

અમદાવાદ ગોલ્ડ રેટ: અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 70,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 77,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.