સરહદ પર ઘૂસણખોરી અટકાવવા માટે બનારસના એક યુવાન વૈજ્ઞાનિકે એક વિશિષ્ટ પ્રકારના બુટની રચના કરી છે જે ૨૦ કિલોમીટર સુધીના અંતર સુધીમાં દુશ્મનની ચાલને અનુભવે છે જેનાથી ઘૂસણખોરીઓને અટકાવી શકે છે. આ ગુપ્ત પ્રકારના બુટ ગોળીઓ ચલાવવામાં પણ સક્ષમ છે. તેનો ઉપયોગ દુશ્મનોને રોકવા માટે કરવામાં આવશે જેને યુવાન વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયા દ્વારા બનાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીના યુવાન વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયાએ મહિલાઓ અને સૈન્ય માટે અનેક નવીનતાઓ કરી છે. શ્યામ ચૌરસિયાએ એક વિશિષ્ટ મુલાકાતમાં આઈએએનએસને જણાવ્યું હતું કે, "કેટલીક વખત ઘુસણખોરો ચૂપચાપ દેશમાં સરહદ પર ઘૂસવાનો પ્રયાસ કરે છે. તેમને રોકવા માટે એક ગુપ્તચર બુટ બનાવવામાં આવ્યા છે. જે કોઈ ઘટના બનતાની સાથે જ બોર્ડરને સાવચેત કરશે. આ બુટમાં એક વિશેષ પ્રકારનું સેન્સર લગાવામાં આવ્યું છે, જે 20 કિ.મી. સુધીની ઘટનાઓ માટે એલાર્મ દ્વારા સૈનિકોને ચેતવણી આપશે. જેથી સમયસર સૈનિકો પોતાની અને સરહદની સુરક્ષા કરવામાં સમર્થ બને. "
તેણે કહ્યું કે આ બુટ માત્ર થોડી સેકંડમાં જ માહિતી આપી દેશે. તેમાં કટોકટીને ધ્યાનમાં રાખીને, ૨ ફોલ્ડિંગ ૯ MM ગન બેરલ લગાવવામાં આવ્યા છે, જે ફાયરિંગ પણ કરી શકે છે. આની મદદથી સૈનિકો પોતાનું રક્ષણ પણ કરી શકે છે.
વૈજ્ઞાનિક શ્યામ ચૌરસિયા કહ્યું કે, " તે દુશ્મનની બધીજ પ્રકારની હલચલ પર નજર રાખે છે. તે રેડિયો તરંગ અને નેટવર્ક પર પણ કામ કરે છે. તેનો વજન લગભગ ૬૫૦ગ્રામ છે. રબર અને સ્ટીલની પ્લેટનો ઉપયોગ કરીને તેને બનાવવામાં આવ્યા છે. સૈનીકોને ઠંડીથી રક્ષણ માટે તેમાં એક વિશેષ પ્રકારનું હિટર લગાવેલું છે જે તેઓના પગને ગરમ રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત તેમાં સોલાર ચારજિંગ સિસ્ટમ પણ લગાવેલું છે. તેમાં સ્ટીલનું કવર, એલઈડી લાઈટ, સોલાર પ્લેટ રેડિયો સર્કિટ, ઇલેક્ટ્રોનિક ટ્રિગર સ્વિચ ઉપરાંત વાઈબ્રેટ મોટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનું લેસર સેન્સર અને હ્યુમન સેન્સર બોર્ડરમાં મૂકવામાં આવશે. જેવી કોઈ દુશ્મનની હલચલ થશે અને તે તેની રેન્જમાં આવશે એટલે તરત જ સક્રિય થશે અને જવાનના બુટ પર સિગ્નલ મોકલશે. બુટમાં રહેલો એલાર્મ જવાનને જાણ કરશે કે અસ્તવ્યસ્ત તત્વ સરહદમાં પ્રવેશ્યો છે જેથી સૈનિકો સચેત થઈ જશે અને સમયસર દુશ્મનને રોકી શકશે.
કટોકટી દરમિયાન સૈનિકો દુશ્મનને તેનાથી નિશાન બનાવીને ફાયરિંગ પણ કરી શકે છે. બુટ આગળ અને પાછળ બંને તરફથી રિમોર્ટ દ્વારા ફાયર કરી શકે છે. આ ઉપકરણનો ઉપયોગ કરવાથી સરહદ અને જવાન બંનેને સરળતાથી સુરક્ષિત કરવામાં આવશે. "
ગોરખપુર નક્ષત્રશાળાના વૈજ્ઞાનિક અધિકારી મહાદેવ પાંડેએ કહ્યું, "આ ગુપ્તચર બુટની તકનીક ખૂબ સારી છે. તેમાં સેન્સર જેટલું મજબૂત હશે, તે વધુ અસરકારક રહેશે. આ બુટ ઘૂસણખોરીઓને અટકાવશે. જેવી રીતે જાપાનીઝ વાહનોમાં જોવા મળે છે કે ક્યાંક દૂર અવાજ થાય છે તો ઇન્ડિકેટર ૨ કિલોમીટર દૂરથી જ શરૂ થઈ જાય છે, તે ખૂબ જ સારી શોધ છે જો કે તેમાં સેન્સર ખૂબ મોટો રોલ ધરાવે છે તેથી તેને મજબૂત બનાવવાની જરૂર છે. "