હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતીઓએ હજી પણ સાવધાન રહેવાની જરૂર છે. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદ તુટી પડશે. આ ઉપરાંત આ વરસાદ સામાન્ય નહી પરંતુ તોફાની વરસાદ હશે, કારણ કે 30થી 40 KMPHની ઝડપે પવન પણ ફૂંકાય તેવી શક્યતા છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે.
ગુજરાતીઓ સાવધાન રહેજો, હજુ પડશે ભારે વરસાદ. આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 30થી 40 KMPHની ઝડપે પવન પણ ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે.
હવામાન વૈજ્ઞાનિકે આપી ચેતવણી
અમદાવાદ હવામાન વિભાગ દ્વારા કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાન પર અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેની અસર રાજ્ય પર વર્તાઇ રહી છે. ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી દક્ષિણના દરિયાકાંઠાના ભાગો માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચના અપાઇ છે.
હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઇ છે તેમાં ઓગસ્ટના અંતિમ દિવસે પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઇ છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોને બાકાત રખાયા છે. બે દિવસની આગાહી અનુસાર અમદાવાદ જિલ્લમાં પણ યલો એલર્ટ અપાયું છે. ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઇ છે.
બે દિવસ ગુજરાત રિજનમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે એટલે કે 4 અને 5 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. આ દરમિયાન પવનની ગતિ 30-40 કિલોમીટર રહેવાની શક્યતા છે.
ગુજરાતની આસપાસ બે વરસાદી સિસ્ટમો એક્ટિવ છે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. જેમાં દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ બંન્નેનું નિર્માણ થયું છે. જે બિકાનેરથી પસાર થઈ રહ્યું છે. આ ઉપરાંત નોર્થ કોંકણ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. જેના કારણે આ સ્થિતિ આગામી સાત દિવસ સુધી રહે તેવી શક્યતા છે.