હાલ ડુંગળીની સિઝન હોય મહુવા માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની ભારે આવક આવતા ગઇ કાલે યાર્ડમાં લાલકાંદાને પ્રવેશ આપવા જણાવેલ. જેમાં એક દિવસમાં સારા લાલ કાંદાની 5 લાખ ગુણીની બમ્પર આવક થવા પામેલ છે તથા સફેલ કાંદાની 65 હજાર ગુણીની આવક થવા પામેલ.હાલ તો મહુવા માર્કેટીંગ યાર્ડમાં એક દિવસમાં 5 લાખ લાલ કાંદાની બમ્પર આવકથી છલકાઇ ગયુ છે.
ગઇ કાલે માર્કેટીંગ યાર્ડમાં લાલ કાંદાને પ્રવેશ આપવાના હોવાથી ખેડુતો દ્વારા આશરે 2000 થી 2500 ટ્રક-ટ્રેકટર દ્વારા 5,32,881 સારા લાલ કાંદાને વેચાણ માટે લાવવામાં આવી હતી. ભારે આવકને કારણે ગઇકાલે સવારથી મોડી રાત સુધી મહુવા બાયપાસ રોડ ઉપર તથા સ્ટેશન રોડ ઉપર ચક્કાજામ થવા પામેલ હતું અને લોકો કલાકો સુધી આ ટ્રાફીકમાં ફસાયા હતા.
આ પણ વાંચો: કપાસના ભાવમાં જોરદાર તેજી: 1750 ને પાર કપાસના ભાવ, જાણો આજનાં બજાર ભાવ
યાર્ડમાં થયેલ ડુંગળની આવકમાંથી આજે લાલ ડુંગળીના 85 હજાર થેલાની હરરાજી થયેલ જેનો ભાવ રૂ.41 થી 142/- અને 4,46,824 થેલાની બેલેન્સ છે. તથા સફેદ ડુંગળીના 65868 થેલાની હરરાજી થયેલ જેનો ભાવ રૂ.122 થી 500/- સુધી રહ્યાં હતા
ખેડુતોને થોડી-થોડી ડુંગળી યાર્ડમાં વેચાણ માટે લાવવા અપિલ
માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઇ પંચાળી દ્વારા ખેડુતોને થોડી-થોડી ડુંગળી યાર્ડમાં વેચાણ માટે લાવવા જણાવેલ જેથી ખેડુતોને ભાવ પણ સારા મળે અને ડુંગળીની આવક રોજ શરૂ રાખી શકાય અને માલ બગડે પણ નહી. ગત અઠવાડીયામાં પણ 4 લાખ લાલ કાંદાની ગુણીની આવક થતા તેની હરરાજી કરતા 5-6 દિવસ લાગેલ જેથી અમુક ડુંગણી બગડી જવા પામેલ અને ખેડુતોને ડુંગળી ઉપજના પૈસા પણ મળતા ન હોય ભારે નુકશાની ભોગવવી પડે છે.
ડુંગળી લાલના બજાર ભાવ (23/02/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 40 | 150 |
| મહુવા | 41 | 142 |
| ભાવનગર | 50 | 180 |
| ગોંડલ | 21 | 146 |
| જેતપુર | 71 | 121 |
| વિસાવદર | 30 | 70 |
| તળાજા | 40 | 100 |
| અમરેલી | 60 | 140 |
| મોરબી | 80 | 200 |
| પાલીતાણા | 50 | 105 |
| અમદાવાદ | 80 | 200 |
| દાહોદ | 60 | 240 |
| વડોદરા | 60 | 280 |
ડુંગળી સફેદના બજાર ભાવ (23/02/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| મહુવા | 122 | 500 |
| ગોંડલ | 136 | 178 |