Top Stories
khissu

આ સરકારી બેંકે ગ્રાહકોને આપ્યા સારા સમાચાર, ફિક્સ ડિપોઝીટ પર વધાર્યો વ્યાજ દર, જાણો લેટેસ્ટ રેટ

કેનેરા બેંકે તેના કરોડો બેંક ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, ગ્રાહકોને હવે 2 કરોડ રૂપિયાથી ઓછીની કેનેરા બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર પહેલા કરતા વધુ વ્યાજ મળશે. નવા વ્યાજ દરો 18 જાન્યુઆરી, 2023થી લાગુ થઇ ગયા છે. ગ્રાહકોને હવે કેનેરા બેંક FD પર 3.25% થી 7.15% સુધીનું વ્યાજ મળે છે.

કેનેરા બેંક FD દરો 
કેનેરા બેંક તેના ગ્રાહકોને 7 દિવસથી 45 દિવસની FD પર 3.25% વ્યાજ આપે છે. આ ઉપરાંત, તે 46 દિવસથી 179 દિવસની એફડી પર 4.50% વ્યાજ, 180 દિવસથી 1 વર્ષથી ઓછીની એફડી પર 5.50% વ્યાજ, 1 વર્ષની એફડી પર 6.75% વ્યાજ ઓફર કરે છે.

ગ્રાહકોને 1 વર્ષથી 2 વર્ષની FD પર 6.80 ટકા, 400 દિવસની FD પર 7.15 ટકા અને 666 દિવસની FD પર 7.00 ટકા વ્યાજ મળે છે. ગ્રાહકોને 2 વર્ષથી 3 વર્ષની એફડી પર 6.80 ટકા અને 3 વર્ષથી 10 વર્ષની એફડી પર 6.50 ટકા વ્યાજ મળે છે.

વરિષ્ઠ નાગરિકોને વધુ વ્યાજ મળે છે
બેંક તેના વરિષ્ઠ નાગરિકોને રોકાણ કરવા પ્રોત્સાહિત કરવા માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ આપે છે. કેનરા બેંક સામાન્ય ગ્રાહકોની સરખામણીએ વરિષ્ઠ નાગરિકોને FD પર 0.50% વધુ વ્યાજ આપે છે.

બેંકે લોન મોંઘી કરી 
કેનેરા બેંકે અગાઉ MCLR દરમાં 15-25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો, જેના કારણે ગ્રાહકો માટે તેની લોન મોંઘી થઈ હતી.

EMI દર મહિને વધશે
જો કોઈ વ્યક્તિએ બેંકમાંથી હોમ લોન, કાર લોન અથવા પર્સનલ લોન લીધી હોય અને તે MCLR સાથે જોડાયેલ હોય તો તેની EMI પર અસર થશે. દર મહિને જતી EMI વધશે. મેથી અત્યાર સુધીમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં 2.25 ટકાનો વધારો કર્યો છે. હાલમાં તે 6.25 ટકા છે. એવું માનવામાં આવે છે કે ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંક મોનેટરી પોલિસી કમિટીની બેઠક મળશે ત્યારે વધુ એક વધારો શક્ય છે.