Top Stories
khissu

સાવધાન / તાત્કાલિક હવામાન વિભાગે કરી ભારે વરસાદ આગાહી, 30 જૂન સુધીમાં ક્યાં કેટલો વરસાદ?

આજે 25 જૂનના રોજ હવામાન વિભાગ દ્વારા અચાનક આગાહી આપવામાં આવી છે. દરિયાઈ સપાટી પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થવાને કારણે આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ જ્યારે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, સુરત, તાપી અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન આગાહી: કઈ તારીખે કેટલો વરસાદ?
25 જૂને આગાહી: 25 તારીખના રોજ મધ્યમથી હળવા વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં, દમણ, દાદરાનગર હવેલીમાં, અમદાવાદમાં, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને દીવમાં કરવામાં આવી છે.
25-26 જૂને આગાહી: સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 
26-27 જૂને આગાહી: નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 
27-28 જૂને આગાહી: નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી.
28-29 જૂને આગાહી: મધ્યમથી હળવા વરસાદની આગાહી નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે હાલ, અમદાવાદમાં ગરમીનો પારો (33.6°) ઊંચો નોંધાઈ રહ્યો છે જ્યારે પાટનગર ગાંધીનગરમાં (34°) પણ ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને ભેજના ઉંચા પ્રમાણને કારણે લોકોને પરસેવો પણ થઈ રહ્યો છે. જે વચ્ચે હવામાન વિભાગ દ્વારા સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ ડાંગ, નવસારી, સુરત, તાપી અને ભરૂચમાં ભારે વરસાદ પડી શકે છે. બાકી છૂટાં-છવાયા દરીયાઇ પટ્ટીનાં જિલ્લામાં ભારે વરસાદ આગાહી ગણવી. અટકેલું ચોમાસું હાલ સક્રિય બન્યું છે અને અંબાલાલ કાકાની આગાહી સાચી પડી રહી છે. અંબાલાલ કાકાએ જણાવ્યું હતું કે 28-29 જૂન દરમિયાન ચોમાસું સક્રિય બનશે જે અંતર્ગત હવામાન ખાતાએ નવી આગાહી કરી છે.

જૂન અને જુલાઈના વરસાદને લઈને અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે.
1) ગુજરાતમાં 28-29 જૂનના રોજ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.
2) જુલાઇ મહિનામાં સારો વરસાદ આવવાની શક્યતા છે. 
3) 13 જુલાઈ પછી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પશ્વિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા સહિતના ભાગો, ઉત્તર ગુજરાત માં મહેસાણા, હારીજ, પાટણ, સિધ્ધપુર, બેચરાજી, કડી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, વિરમગામનાં ભાગોમાં સારો વરસાદ થશે.

સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ કઈ તારીખ થી?
વેધર ચાર્ટની માહિતી અનુસાર ગુજરાતમાં બાકી રહેલ જૂન મહિનામાં ભારેથી અતિભારે વરસાદની શકયતાં ઘણી ઓછી જણાઈ રહી છે, પરંતુ જુલાઈ મહિનામાં વરસાદનો મોટો રાઉંડ આવી શકે છે. ગુજરાતમાં 4-5 જુલાઈથી દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે ત્યાર બાદ ધીમે-ધીમે આગળ વધશે અને ગુજરાતના સંપૂર્ણ ભાગમાં સારો વરસાદ જોવા મળશે. 5-7 જુલાઈ દરમિયાન ચોમાસું વધારે વેગ પકડે તેવી શક્યતા જણાઈ રહી છે. એટલે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નો રાઉંડ આજથી 8-9 દિવસ પછી જોવા મળશે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા જો તમે આ માહિતી અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી દરેક ખેડૂતો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.