Top Stories
સાવધાન: હવામાન જાગ્યું / લો પ્રેશર, સાઇક્લોનિક સિસ્ટમ અને એલર્ટને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

સાવધાન: હવામાન જાગ્યું / લો પ્રેશર, સાઇક્લોનિક સિસ્ટમ અને એલર્ટને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી કરવામાં ન આવી હતી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાને કારણે હવામાન વિભાગ જાગૃત થયું છે અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ફરી હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેમને કારણે આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક-અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને વલસાડ, સુરત, નવસારી જેવાં જિલ્લામાં પાંચ ઇંચ કરતાં પણ ૯ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે ફરી એક વખત હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

1) હવામાન ખાતાની આગાહી મુજબ પ્રથમ દિવસે (૧૯ જુલાઈ) દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ભરૂચ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.

2) હવામાન ખાતાની આગાહી મુજબ બીજા (20 જુલાઈ) દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

૩) ત્રીજા દિવસની (૨૧ જુલાઈ) વાત કરવામાં આવે તો ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ સામાન્યથી હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

૪) ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, સિધ્ધપુર, વિસનગર, હારીજ અને સમીમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

૫) ૨૨ થી ૨૫ જુલાઇ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે.

૬) હવામાન ખાતાની આગાહી મુજબ અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે.

૭) હવામાન ખાતાની આગાહી મુજબ 23 જુલાઇ દરમિયાન બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાશે છે અને ફરી એક વખત ગુજરાત રાજ્યમાં ૨૪ જુલાઇથી વરસાદનું પ્રમાણ વધશે. આગામી પાંચ દિવસ સુધી હવામાન ખાતાએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે.

8) ભારે વરસાદને લઇને હવામાન વિભાગે ગુજરાતનાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

૯) દક્ષીણ ગુજરાતના સુરત અને તાપી જીલ્લાંમા યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.