આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી

આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આજે ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણમાં વરસાદ પડી શકે છે,. મહત્વનું છે કે ગઈકાલે પણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ફરીવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી.  હવામાનની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદ રહેશે. આ સાથે હવે આગાહી મુજબ તારીખ 22 ઓગસ્ટથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે.

આ પણ વાંચો: હવામાન વિભાગ: રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્ય વરસાદ... પરંતુ 22 ઓગસ્ટ બાદ ?

રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે. ગઈકાલે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદની આગાહી કરાયા બાદ અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું.

હવામાં વિભાગ ની આગાહી પ્રમાણે રાજ્યની અંદર હજુ પણ આવનાર ચાર દિવસ મહત્વના વરસાદને લઈને ખૂબ જ મોટા એંધાણ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે અને રાજ્યની અંદર 24 કલાકમાં અનેક વિસ્તારની અંદર ધોધમાર વરસાદને હવામાન વિભાગ દ્વારા ખૂબ જ મહત્વની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી, જમા નાણાં પર મળશે 6% વ્યાજ

તમને જણાવી દઈએ કે રાજસ્થાનની ઉત્તર પશ્ચિમ તરફ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ઘણી જગ્યા ઉપર અવિરત ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. બીજી બાજુ ઉપરવાસની અંદર ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર ધોધમાર વરસાદને લઈને રાજ્યના મોટાભાગના ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે