પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત ઘણા નિયમો બદલાયા છે. ખેડૂતોના ખાતામાં 10મો હપ્તો મોકલવામાં આવે તે પહેલા જ આ ફેરફાર કરવામાં આવ્યો હતો. જો કે, તેમાંથી કેટલાક નિયમો 10મા હપ્તા દરમિયાન લાગુ પડતા ન હતા. પરંતુ હવે જો તમારે આ સ્કીમ હેઠળ આગામી હપ્તો એટલે કે 11મો હપ્તો લેવો હોય, તો તમારે આ કામ કરવું ફરજિયાત છે. જો આ નવા નિયમનું પાલન નહિ થાય તો તમારા ખાતામાં પૈસા મોકલવામાં આવશે નહીં.
ફેરફારો
પીએમ કિસાન યોજના હેઠળ દસ્તાવેજોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત રાશન કાર્ડ આપવું ફરજિયાત કરવામાં આવ્યું છે, જો કોઈ વ્યક્તિ આ યોજના હેઠળ રેશનકાર્ડ જમા કરાવતું નથી, તો આ રકમ તેના ખાતામાં આવતી બંધ થઈ શકે છે. આ છેતરપિંડી અટકાવવા માટે કરવામાં આવ્યું છે. તે જ સમયે, ઇ-કેવાયસી પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સિવાય સ્ટેટસ ચેક કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
ઇ-કેવાયસી કેવી રીતે કરવું
- PM કિસાન યોજના હેઠળ EKYC ફરજિયાત છે.
- આ માટે તમારે પહેલા PM કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
- અહીં e-KYC નો વિકલ્પ દેખાશે.
- તેના પર ક્લિક કરવાથી એક નવું પેજ ખુલશે.
- આ પછી, તમારે આધાર નંબર દાખલ કરવો પડશે અને સર્ચ બટન પર ક્લિક કરવું પડશે.
- હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.
- તમારું ઇ-કેવાયસી દાખલ થતાંની સાથે જ તે પૂર્ણ થઈ જશે.
- જો ઇ-કેવાયસી કરવામાં ન આવે તો તે અમાન્ય ગણાશે. જેનો અર્થ છે કે આગામી હપ્તો તમારા ખાતામાં નહીં આવે.
પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો
પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે 2000-2000ના ત્રણ હપ્તામાં એમ કુલ 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં મોકલે છે. અત્યાર સુધીમાં સરકારે 10 હપ્તા બહાર પાડ્યા છે અને 11મો હપ્તો 12 કરોડથી વધુ નોંધાયેલા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે. આ હપ્તો એપ્રિલમાં રિલીઝ થઈ શકે છે