Top Stories
બેંક ઓફ બરોડા સહિત આ બેંકો રેપો રેટના વધારા બાદ પણ આપશે સસ્તા દરે હોમ લોન

બેંક ઓફ બરોડા સહિત આ બેંકો રેપો રેટના વધારા બાદ પણ આપશે સસ્તા દરે હોમ લોન

ભારતની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લાંબા સમયથી રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. પરંતુ હવે મે અને જૂનમાં સતત 2 વખત તે વધારીને 4.9% કરવામાં આવ્યો છે. જેના કારણે હવે તમારે બેંકમાંથી હોમ લોન લેવી પણ મોંઘી થઈ જશે. પરંતુ હજુ પણ કેટલીક બેંકો એવી છે જ્યાં તમે 7% કરતા ઓછા દરે હોમ લોન મેળવી શકો છો.

LIC હાઉસિંગ ફાઇનાન્સ
તમે LIC હાઉસિંગ ફાઇનાન્સ સાથે ન્યૂનતમ 6.9% ના વાર્ષિક ફ્લોટિંગ દરે લોન લઈ શકો છો. પ્રોસેસિંગ ફીની વાત કરીએ તો લોનની રકમના 0.5% ચૂકવવા પડશે.

એક્સિસ બેંક
એક્સિસ બેંક પાસેથી ન્યૂનતમ 6.9% ના ફિક્સ્ડ અથવા ફ્લોટિંગ રેટ પર હોમ લોન લઈ શકાય છે. પ્રોસેસિંગ ફી 0.5% છે.

IDFC ફર્સ્ટ બેંક 
તમે IDFC બેંકમાં વાર્ષિક 6.5% ના ફ્લોટિંગ દરે લોન લઈ શકો છો. અહીં 5000 રૂપિયા પ્રોસેસિંગ ફી અને ટેક્સ પણ ભરવો પડશે.

બેંક ઓફ બરોડા
અહીં ગ્રાહકો ન્યૂનતમ ફ્લોટિંગ રેટ 6.9% સાથે હોમ લોન મેળવી શકે છે. 30 વર્ષના સમયગાળા માટે, BOB પાસેથી 1 લાખથી 10 કરોડ સુધીની લોન લઈ શકાય છે.