ખૂબ ચતુરાઈથી બજેટ રજૂ કર્યું : પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે, મોબાઈલ ફોન, ચાર્જર ના ભાવમાં વધારો થશે

ખૂબ ચતુરાઈથી બજેટ રજૂ કર્યું : પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે, મોબાઈલ ફોન, ચાર્જર ના ભાવમાં વધારો થશે

આજ ૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૧-૨૨ માટેનું બજેટ સંસદમાં રજૂ કર્યું હતું. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨ માં અલગ અલગ ક્ષેત્રો માટે અગાઉ નું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. સરકારે ખૂબ જ ચતુરતા પૂર્વક બજેટ રજૂ કર્યું છે જેમાં અમુક ક્ષેત્રોમાં લાભ દર્શાવ્યા છે પરંતુ જે ક્ષેત્રનું માર્કેટ ખૂબ ચાલી રહ્યું છે અથવા તો લોકોને જીવન જરૂરિયાત માટે ઉપયોગી છે તેમાં ટેક્સ વધારી દેવામાં આવ્યો છે.


આજ કાલ મોબાઈલ ફોનના માર્કેટમાં ખૂબ જ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મોબાઈલ પર કસ્ટમ ડ્યુટી વધારીને ૨.૫% કરી દેવામાં આવી તેવી જ રીતે લોકોની જીવન જરૂરિયાત એવું પેટ્રોલ-ડીઝલ ના ભાવ તો પહેલેથી જ આકાશે પહોંચેલા છે ત્યારે નિર્મલા સીતારમણે પેટ્રોલ પર ૨.૫% અને ડીઝલ પર ૪ રૂપિયા પ્રતિ લીટર ફાર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલોપમેન્ટ સેસ લગાડી દીધો.


આમ મોબાઈલ પર કસ્ટમ ડ્યુટી વધારીને ૨.૫% થતા મોબાઇલ ફોન અને ચાર્જર મોંઘા થશે. જોકે જે કંપનીના મોબાઈલ ભારતમાં પણ બને છે તેના પર ઓછી અસર જોવા મળશે જ્યારે એવી મોબાઈલ કંપની કે જેની ભારતમાં કોઈ શાખા નથી તેવા મોબાઈલ પર ભારે અસર જોવા મળશે. જોકે હાલ અમુક કંપનીઓ મોબાઈલ ફોન સાથે ચાર્જર આપવાનું બંધ કરી દીધું છે ત્યારે અલગ થી ચાર્જર લેવા પડે છે જે હવે મોંઘા થઈ જશે.


જ્યારે પેટ્રોલ પર ૨.૫% અને ડીઝલ પર ૪ રૂપિયા પ્રતિ લીટર ફાર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલોપમેન્ટ સેસ લાગવાથી પેટ્રોલ-ડીઝલના ભાવ માં હજી વધારો થશે તેવી શક્યતાઓ છે. જોકે આ બધા પાછળનું કારણ હાલ કોરોનાકાળમાં સરકારની તિજોરી ખાલી થઈ ગઈ છે અને હાલ સરકારને પૈસાની ખૂબ જરૂર હોવાથી ટેક્સમાં વધારો કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવે છે.


વધારે માહિતી : 


કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને પહેલી ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ દરેક ક્ષેત્રમાં ફાળવવામાં આવ્યું હતું, જે બજેટ પછી ઘણી વસ્તુઓ સસ્તી થશે અને ઘણી વસ્તુઓ મોંઘી થશે. 


બજેટ બાદ સસ્તી થતી વસ્તુ? 


​​​​​​¬ સ્ટીલ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 7.5 ટકા કરી દેવામાં આવી છે.

¬ તાંબા પરની કસ્ટમ ડયુટી ઘટાડીને 2.5 કરવામાં આવી છે. 

¬ સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 


૧) તાંબાની વસ્તુઓ, સોનું- ચાંદી, સ્ટીલ, સ્પેશિયલ લેધરનો સામાન સસ્તો થશે. 

૨) કસ્ટમ ડયુટી ઘટાડવામાં આવી છે કે દરેક પ્રોડક્ટ સસ્તી થશે. 


બજેટ બાદ શું મોંઘુ થશે? 


૧) આયાતી કપડા, આયાતી ખાદ્ય તેલ, આયાતી ઑટો પાર્ટ્સ મોંઘા થશે. 

૨) મોબાઇલ ડિવાઇસ પર કસ્ટમ ડ્યૂટી ૨.૫ ટકા રહેશે, જેથી મોબાઇલ અને ચાર્જર મોંઘા થશે. 

૩) મોબાઇલ સિવાય બીજાં ઇલેક્ટ્રિક ઉપકરણો પણ મોંઘા થશે. 

૪) ઓટો પાર્ટ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવે છે જે ૧૫%. કરવામાં આવી છે જેથી તે મોંઘા થવાની શક્યતા છે. 

૫) સરકારે પેટ્રોલ પર ૨.૫ રૂપિયા અને ડીઝલ પર ૪ રૂપિયા એગ્રી સેસ વધારવાનો નિર્ણય જાહેર કર્યો છે. જે અંતર્ગત પેટ્રોલ અને ડીઝલ નાં ભાવો હજી વધશે. 


જ્યારે ઇન્કમટેક્સમાં કોઈ ફેરફાર નહીં : ન સ્લેબ બદલાયો કે ન કોઈ જાહેરાત. મધ્યમ વર્ગના લોકોની માંગ હતી અને આશા પણ હતી કે સરકાર બજેટમાં IT માં ફાયદો આપશે પરંતુ IT બાબત કોઈ જાહેરાત નથી થઈ, માત્ર ૭૫ વર્ષે અથવા તેનાથી વધારે વયના લોકોને IT રિટર્ન ભરવામાંથી મુક્તિ આપી છે. 


ઘર માટે વ્યાજમાં ૧.૫ લાખની ૧ વર્ષ માટે એકસ્ટ્રા છૂટ આપવામાં આવી છે.