khissu

આખા ગુજરાતને ઘમરોળશે મેઘો, જાણો ક્યાં વિસ્તારોમાં આવશે વરસાદ?

આજે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, મોરબી અને જામનગરનાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદની શક્યતા છે.

મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા અને દાહોદમાં છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.  દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ, સુરત, ભરૂચ નવસારીમાં છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

સમગ્ર ગુજરાતમાં આજે બપોર પછી સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલ ગુજરાતના 155 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં અઢી ઇંચ પડ્યો છે.