આપણા દેશને આઝાદી અપાવવા માટે ગાંધીજીનો ખુબ મોટો ફાળો રહ્યો હતો. ગાંધીજીએ ઘણાં આંદોલનો કર્યા હતાં પરંતુ તેઓએ ક્યારેય હિંસાને સાથ આપ્યો નથી દરેક બાબત માટે તેમને અહિંસાનો જ માર્ગ અપનાવ્યો હતો અને આવીજ એક અહિંસા ભરી અને ખૂબ મહત્વપૂર્ણ ચળવળ એટલે દાંડીકૂચ.
ઇ.સ. ૧૯૩૦માં મીઠાના કરના વિરુદ્ધમાં ગાંધીજીએ દાંડીયાત્રા યોજી હતી. જે ૧૨ માર્ચ ૧૯૩૦ થી ૬ એપ્રિલ ૧૯૩૦ સુધી યોજાઈ હતી. આ યાત્રા સાબરમતીથી લઈને દાંડી સુધીના લગભગ એ સમયે 231 માઈલ સુધી યોજાઈ હતી. જે ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ દાંડી ગામે પહોંચી વહેલી સવારે ગાંધીજીએ હાથમાં મીઠું લઈને મીઠાના કાયદાને તોડી નાખ્યો હતો.
આપણો દેશ આઝાદ થયાં એના ૭૫ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને ભારત સરકારે આ યાદગાર ક્ષણને વધુ યાદગાર બનવવા માટે સાબરમતીથી દાંડી સુધી એક પદયાત્રા નુ આયોજન કર્યું છે જેને 'આઝાદીનો અમૃત મહોત્સવ' નામ આપવામાં આવ્યું.
જોકે ખાસ વાત એ છે કે જે માર્ગેથી ગાંધીજીએ યાત્રા યોજી હતી તેજ માર્ગે આ યાત્રા યોજવામાં આવશે અને ૫ એપ્રિલના રોજ દાંડી મુકામે આ યાત્રા વિરામ પામશે. આ પદયાત્રાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કરાવ્યો હતો. જોકે આ યાત્રામાં અનેક નેતાઓ, અધિકારીઓ વગેરે જોડાયા.
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આજે ૧૨ માર્ચના રોજ દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રામાં કોરોનામાં શહીદ થયેલાં પોલીસકર્મીઓના પરિવારજનો, કેન્દ્રિય મંત્રી સહિત અનેક લોકો જોડાયા હતાં.
યાત્રા દરમિયાન ગરમી અને તડકાને કારણે લાગતી તરસ છીપાવવા પાણીની અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત રોડ પર બેરીકેડ બાંધીને ચાલવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી યાત્રિકો અને વાહન વ્યવહારને મુશ્કેલી ન પડે. આ સાથે જ પોલીસ વ્યવસ્થા પણ કરાઈ હતી.