દેશમાં રૂની આવક શુક્રવારે ઘટીને 34 થી 35 હજાર ગાંસડી એટલે કે સવા આઠ થી સાડા આઠ લાખ મણ કપાસની આવક થઇ હતી. ન્યુયોર્ક રૂ વાયદો સતત સુધરી રહ્યો છે અને અહીં રૂના ભાવ વધ્યા હોવાથી જીનર્સોની કપાસ ખરીદી વધતાં ભાવ સુધર્યા હતા. કોરોનાના કેસ વધતાં બધા પોતપોતાની મેળે કામ ધંધા બંધ કરી રહ્યા છે. શુક્રવારે કપાસની આવક ઘટી હતી પણ કપાસના ભાવમાં મણે રૂા.10 થી 15 નો વધારો જોવા મળ્યો હતો.
ગુજરાતમાં કપાસની આવક ગઈ કાલે માર્કેટયાર્ડોમાં 70 થી 75 હજાર મણની હતી અને કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે જીનોની ખરીદી વધતાં શુક્રવારે કપાસના ભાવમાં મણે રૂ .10 થી 15 નો સુધારો જોવા મળ્યો હતો. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક શુક્રવારે 10 થી 15 ગાડીની હતી અને ભાવ રૂ. 1050 થી 1270 બોલાતા હતા, જ્યારે કાઠિયાવાડના કપાસની આવક 15 થી 20 ગાડીની હતી અને તેના ભાવ રૂ. 1150 થી 1300 બોલાતા હતા.
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં શુક્રવારે કપાસની આવક 60 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1170 થી 1250 અને ઊંચામાં રૂ.1370 થી 1410 બોલાયા હતા. અત્યારે ખેડૂતો પાસે કપાસનો જથ્થો નહિવત કહી શકાય તેટલો છે. જે માર્કેટ યાર્ડમાં કપાસની લે વેચ ચાલુ છે તે જીનર્સો તથા બ્રોકરો પાસે વધેલા જથ્થોની છે. આ વર્ષે કપાસનું ઉત્પાદન ગયા વર્ષ કરતા ઓછું રહ્યું હતું અને કમોસમી વરસાદ તથા ગુલાબી ઈયળો આવવાથી ઉત્પાદન ઓછું થયું હતું.
આજના (10/04/2021,શનિવાર) બજાર ભાવની વાત કરીએ તો સૌથી ઉંચો કપાસનો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં 1425 રૂપિયા બોલાયો હતો અને ગુજરાતની 13 માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1300+ રહ્યો હતો. બાબરા, જેતપુર અને લાલપુર માર્કેટ યાર્ડમાં 1400+ ભાવ જોવા મળ્યો હતો.
હવે જાણી લઈએ આજના (10/04/2021,શનિવાર) કપાસના બજાર ભાવ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1228 | 1366 |
અમરેલી | 770 | 1390 |
સાવરકુંડલા | 980 | 1323 |
જસદણ | 1170 | 1340 |
બોટાદ | 1071 | 1425 |
મહુવા | 1008 | 1275 |
જામજોધપુર | 1050 | 1325 |
ભાવનગર | 1070 | 1326 |
જામનગર | 900 | 1338 |
બાબરા | 1099 | 1421 |
જેતપુર | 1125 | 1410 |
મોરબી | 1050 | 1300 |
વિસાવદર | 910 | 1218 |
તળાજા | 1060 | 1250 |
માણાવદર | 903 | 1381 |
વિછીયા | 1140 | 1320 |
ભેંસાણ | 1100 | 1380 |
લાલપુર | 1050 | 1400 |
પાલીતાણા | 1010 | 1200 |
હારીજ | 1031 | 1032 |
વિસનગર | 800 | 1380 |
વિજાપુર | 1150 | 1376 |
માણસા | 1000 | 1365 |
ગઢડા | 1170 | 1326 |
કપડવંજ | 900 | 950 |
ધંધુકા | 1050 | 1200 |
ખેડબ્રહ્મા | 1000 | 1100 |
ઇકબાલગઢ | 950 | 1000 |