સોમવારે ગુજરાતમાં કપાસની આવક માર્કેટયાર્ડો દોઢ લાખ મણની હતી. કડીમાં ગઇકાલે આંધ્ર-કર્ણાટકનો કપાસ આવતો બંધ થયો છે. સોમવારે મહારાષ્ટ્રની 80 થી 100 ગાડી જ આવી હતી. સૌરાષ્ટ્રની પણ 100 ગાડી જ હતી. કડીમાં કપાસના ભાવ મહારાષ્ટ્રના રૂ.1180 થી 1235 અને સૌરાષ્ટ્રના કપાસના રૂ.1120 થી 1190 ભાવ બોલાતા હતા. કડીમાં સોમવારે કપાસના ભાવ માં મણે રૂ.5 થી 10 સુધર્યા હતા.
સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં સોમવારે આવક ઘટીને 90 હજાર મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1050 થી 1100 અને ઊંચામાં રૂ.1270 થી 1305 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ મણે રૂ.10 સુધર્યા હતા. નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂ.5 સુધર્યા હતા. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કપાસની આવકમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ ભાવ ધીમે ધીમે વધી રહ્યા છે જેથી ખેડૂતોએ રાહ જોયા વગર વેચાણ કરવામાં ફાયદો છે.
આજના બજાર ભાવની વાત કરીએ તો ગુજરાતની અમરેલી અને જેતપુર માર્કેટ યાર્ડમાં 1350 ભાવ બોલાયો છે.
હવે જાણી લઈએ આજના (02/03/2021) કપાસના ભાવો..
રાજકોટ :- નીચો ભાવ 1075 ઉંચો ભાવ 1268
અમરેલી :- નીચો ભાવ 700 ઉંચો ભાવ 1350
સાવરકુંડલા :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1300
જસદણ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1275
બોટાદ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1307
મહુવા :- નીચો ભાવ 985 ઉંચો ભાવ 1219
ગોંડલ :- નીચો ભાવ 1006 ઉંચો ભાવ 1261
કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1243
જામજોધપુર :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1250
ભાવનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1280
જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1251
બાબરા :- નીચો ભાવ 1010 ઉંચો ભાવ 1311
જેતપુર :- નીચો ભાવ 1091 ઉંચો ભાવ 1350
વાંકાનેર :- નીચો ભાવ 975 ઉંચો ભાવ 1261
મોરબી :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1250
હળવદ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1244
વિસાવદર :- નીચો ભાવ 825 ઉંચો ભાવ 1075
તળાજા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1301
ઉપલેટા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1275
માણાવદર :- નીચો ભાવ 1141 ઉંચો ભાવ 1265
ધોરાજી :- નીચો ભાવ 1006 ઉંચો ભાવ 1246
વિછીયા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1250
ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1282
લાલપુર :- નીચો ભાવ 1035 ઉંચો ભાવ 1301
ધ્રોલ :- નીચો ભાવ 911 ઉંચો ભાવ 1178
પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1160
હારીજ :- નીચો ભાવ 1116 ઉંચો ભાવ 1189
ધનસૂરા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1200
વિસનગર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1295
વિજાપુર :- નીચો ભાવ 1141 ઉંચો ભાવ 1325
કુકરવાડા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1280
ગોજારીયા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1250
હિંમતનગર :- નીચો ભાવ 1105 ઉંચો ભાવ 1266
માણસા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1289
કડી :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1252
થરા :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1240
તલોદ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1241
સિધ્ધપુર :- નીચો ભાવ 1140 ઉંચો ભાવ 1319
ગઢડા :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1251
ઢસા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1156
કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1050
ધંધુકા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1296
વીરમગામ :- નીચો ભાવ 1095 ઉંચો ભાવ 1131
ચાણસ્મા :- નીચો ભાવ 1082 ઉંચો ભાવ 1135
ઉનાવા :- નીચો ભાવ 1061 ઉંચો ભાવ 1311
ઇકબાલગઢ :- નીચો ભાવ 1101 ઉંચો ભાવ 1221
સતલાસણા :- નીચો ભાવ 1080 ઉંચો ભાવ 1230
હાલ વિદેશમાં કપાસની માંગ સારી એવી વધી છે. આગળ જતાં હજુ પણ કપાસની અછત જોવા મળશે તો ભાવમાં વધારો થાય તેવી શક્યતાઓ કૃષિ નિષ્ણાંતો લગાવી રહ્યા છે. આજની 10 માર્કેટ યાર્ડમાં 1300 અથવા 1300+ ભાવ રહ્યા હતા. આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે તે માટે શેર કરો.
બજાર ભાવો જાણવા ખિસ્સું (khissu) એપ્લિકેશન ડાઉનલોડ કરી લો.
આભાર...