કપાસનાં ભાવમાં ઘટાડો, 1789 ઊંચો ભાવ, જાણો આજની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ ?

કપાસનાં ભાવમાં ઘટાડો, 1789 ઊંચો ભાવ, જાણો આજની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ ?

દેશમાં રૂ-કપાસનાં ભાવ વૈશ્વિક બજારની તુલનાએ ૧૫ ટકા જેટલા ઊંચા હોવાથી દેશની ટેક્સટાઈલ્સ મિલોએ કોટનની આયાત ડ્યૂટી નાબૂદ કરવાની માંગ કરી હતી, પરંતુ કેન્દ્રિય ટેક્સટાઈલ્સ અને ઉદ્યોગ મંત્રીએ આ વાતને સત્તાવાર રીતે નકારી કાઢી  હતી.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં મજબૂતાઇનો માહોલ, જાણો આજનાં (17/12/2022) મગફળીના બજાર ભાવ

ટેક્ટસટાઈલ્સ, વાણિજ્ય અને ખાદ્ય મંત્રી પિયુષ ગોયલે  રાજ્યસભામાં જણાવ્યું હતું કે, ભારત સરકાર હાલમાં ન તો  આવશ્યક ચીજવસ્તુ ધારામાં કપાસનો સમાવેશ કરવાની અને ન તો કુદરતી ફાઈબરની આયાત પરની કસ્ટમ્સ ડ્યુટી અને કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ દૂર કરવાની યોજના ધરાવે છે.

તેમણે કહ્યું કે દેશમાં રૂ-કપાસની પર્યાપ્ત ઉપલબ્ધતા છે કારણ કે અંદાજિત રૂનું ઉત્પાદન 341.91 લાખ ગાંસડી (170 કિલો) છે અને વપરાશ 311 લાખ ગાંસડી છે તેમ તેમણે સંસદ અબીર રંજન બિસ્વાસના એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની 5 જબરદસ્ત સ્કીમ, જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામને મળશે લાભ

ઉલ્લેખનીય છેકે કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ)એ તાજેતરમાં જ સરકારને પત્ર લખીને કોટનની ૧૧ ટકાની આયાત ડ્યૂટી નાબૂદ કરવાની માંગ કરી હતી. વૈશ્વિક બજારની તુલનાએ ભારતીય રૂનાં ભાવ ૧૫ ટકા જેટલા અથવા તો ખાંડીએ રૂ.૧૦,૦૦૦ જેવા ઊંચા છે, જેને પગલે મિલોને પડતર બેસતી ન હોવાથી ડ્યૂટી નાબૂદ કરવાની માંગ કરી હતી. સાઉથની મિલોએ પણ આજ પ્રકારની માંગ કરી હતી. જોકે સરકાર હાલ આયાત ડ્યૂટી નાબૂદ કરવાનાં મૂડમાં નથી.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 17/12/2022 શનિવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ16701760
અમરેલી13201744
સાવરકુંડલા16001731
જસદણ15001750
બોટાદ16501789
મહુવા15501700
ગગોંડલ16001731
કાલાવડ16001735
જામજોધપુર14211741
ભાવનગર15381731
બાબરા17001780
જેતપુર14411717
વાંકાનેર14001742
મોરબી16001730
રાજુલા15001700
હળવદ15501714
વિસાવદર15511721
તળાજા14001700
બગસરા14001755
જુનાગઢ14201715
ઉપલેટા16001720
માણાવદર16451750
ધોરાજી15461716
વિછીયા15001730
ભેંસાણ14001725
ધારી15741724
લાલપુર16441733
ખંભાળિયા16001740
ધ્રોલ15501770
પાલીતાણા15501730
હારીજ16001738
ધનસૂરા15501630
વિસનગર14001733
વિજાપુર15501754
કુકરવાડા15501711
ગોજારીયા14501718
હિંમતનગર14811694
માણસા15001716
કડી16571770
મોડાસા15901645
પાટણ16501730
થરા16501690
તલોદ16301700
સિધ્ધપુર16501736
ડોળાસા14101728
દીયોદર16501685
બેચરાજી16001700
ગઢડા16701733
ઢસા16501731
કપડવંજ15001550
વીરમગામ14001708
જોટાણા15711708
ચાણસ્મા15601695
ભીલડી13511690
ખેડબ્રહ્મા16001650
ઉનાવા16011740
શિહોરી16601715
લાખાણી15001699
ઇકબાલગઢ13711680
સતલાસણા15001660
આંબલિયાસણ14001700