કપાસમાં ભાવ ન મળતા ખેડૂતો પરેસાન
રવિ પાકની સીઝન પૂરબહારમાં ખીલી ઉઠી અને હવે ગત વર્ષમાં ઉત્પાદન થયેલ માલ પૂરો થવાની તૈયારી છે. ત્યારે ભાવનગર માર્કેટિંગયાર્ડમાં મગફળી અને કપાસની આવક ધીમે ધીમે ઓછી થવા લાગી છે. ભાવનગર અને તળાજા યાર્ડમાં અત્યાર સુધીની સીઝનમાં સૌથી ઊંચા ભાવે કપાસનું વેચાણ થતું હતું અને આ વર્ષે કપાસના ભાવ 2000થી 2200 સુધી પહોચ્યોયા હતા ચૂંટણી પહેલા ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા હતા પરંતુ હવે અચાનક જિનિંગ મિલ સંચાલકો દ્વારા અચાનક ઓછા ભાવે ખરીદી કરવાનો નિર્ણય અને સરકર દ્વારા ચીનથી કપાસની ગાંસડીઓની આયાત સરુ કરતા ખેડૂતોને સ્થાનિક કક્ષાએ ભાવ ન મળતા નથી ભાવનગર અને તળાજાના યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. આજે કપાસના ભાવ 1400 જેટલા નીચા પહોંચી ગયા છે, આમ તો ગત વર્ષમાં વાવાઝોડું અને પાછોતરા વરસાદના કારણે કપાસને ભારે નુકસાન થતા ઉત્પાદન ઓછું થયું હોવાથી આ વર્ષે ભાવ સારા રહ્યં છે પંરતુ હમણાં ભાવ ઘાટ ખેડૂતો ચિંતિત બન્યા છે .
આ પણ વાંચો: સર્વે: ઉંઝા અને ગોંડલ યાર્ડમાં નવા જીરાના શ્રી ગણેશ, ભાવ 51 હજાર, જાણો કેમ ?
ચીનથી કપાસની આયાત કરાતા ભાવ ઘટ્યા?
ભાવનગર જિલ્લામાં ખરીફ પાકમાં આ વર્ષે સીઝનની શરૂઆતથી જ માર્કેટિંગયાર્ડમાં માલનો ભરાવો થવા પામ્યો હતો ત્યારે પણ ઓછા ઉત્પાદનને લઈને ભાવ સારા મળતા હતા. ભાવનગર જિલ્લામાં ચાલુ સીઝનમાં કપાસનું વાવેતર 3.50 લાખ હેકટર થવા પામ્યુ હતું. આ વર્ષે ઉત્પાદનમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. ગુજરાત અને દેશમાં કપાસનું ઉત્પાદન થતા સરકારે ચીનથી કપાસની આયાત સરું કરતા સ્થાનિક કક્ષાએ ભાવ તળિયે બેસી ગયા છે તેમ ખેડૂત આગેવાનો કહી રહ્યાં છે
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1670 | 1803 |
અમરેલી | 1150 | 1803 |
સાવરકુંડલા | 1600 | 1770 |
જસદણ | 1650 | 1760 |
બોટાદ | 1651 | 1815 |
મહુવા | 1404 | 1721 |
ગોંડલ | 1501 | 1791 |
કાલાવડ | 1700 | 1804 |
જામજોધપુર | 1650 | 1831 |
ભાવનગર | 1575 | 1745 |
જામનગર | 1550 | 1810 |
બાબરા | 1720 | 1800 |
જેતપુર | 1580 | 1851 |
વાંકાનેર | 1500 | 1775 |
મોરબી | 1625 | 1775 |
રાજુલા | 1400 | 1751 |
હળવદ | 1570 | 1759 |
વિસાવદર | 1625 | 1761 |
તળાજા | 1575 | 1781 |
બગસરા | 1600 | 1800 |
જુનાગઢ | 1500 | 1751 |
ઉપલેટા | 1650 | 1790 |
માણાવદર | 1750 | 1835 |
ધોરાજી | 1596 | 1796 |
વિછીયા | 1650 | 1760 |
ભેસાણ | 1550 | 1835 |
ધારી | 1560 | 1802 |
લાલપુર | 1580 | 1800 |
ખંભાળિયા | 1650 | 1801 |
ધ્રોલ | 1572 | 1804 |
પાલીતાણા | 1511 | 1770 |
હારીજ | 1600 | 1780 |
ધનસૂરા | 1500 | 1665 |
વિસનગર | 1550 | 1756 |
વિજાપુર | 1550 | 1761 |
કુંકરવાડા | 1580 | 1731 |
ગોજારીયા | 1550 | 1721 |
હિંમતનગર | 1460 | 1751 |
માણસા | 1401 | 1752 |
કડી | 1611 | 1756 |
મોડાસા | 1390 | 1625 |
પાટણ | 1580 | 1770 |
થરા | 1710 | 1740 |
તલોદ | 1600 | 1710 |
સિધ્ધપુર | 1600 | 1817 |
ડોળાસા | 1600 | 1790 |
ટિટોઇ | 1450 | 1695 |
દીયોદર | 1600 | 1700 |
બેચરાજી | 1640 | 1718 |
ગઢડા | 1725 | 1801 |
ઢસા | 1670 | 1804 |
કપડવંજ | 1450 | 1550 |
ધંધુકા | 1650 | 1776 |
વીરમગામ | 1636 | 1800 |
જાટાણા | 1351 | 1657 |
ચાણસ્મા | 1576 | 1731 |
ભીલડી | 1501 | 1571 |
ખેડબ્રહ્મા | 1680 | 1761 |
ઉનાવા | 1631 | 1815 |
શિહોરી | 1540 | 1685 |
ઇકબાલગઢ | 1491 | 1735 |
સતલાસણા | 1650 | 1718 |