સર્વે: ઉંઝા અને ગોંડલ યાર્ડમાં નવા જીરાના શ્રી ગણેશ, ભાવ 51 હજાર, જાણો કેમ ?

સર્વે: ઉંઝા અને ગોંડલ યાર્ડમાં નવા જીરાના શ્રી ગણેશ, ભાવ 51 હજાર, જાણો કેમ ?

મહેસાણા ના ઊંઝા એપીએમસીમાં આજે ઐતિહાસિક ભાવ જીરાનો નોંધાયો હતો ઊંઝા એપીએમસી એશિયાની સૌથી મોટી બજાર છે જેમાં ઊંચાથી એક્સપોર્ટ પણ થાય છે અત્યાર સુધીમાં નવા જીરાની આવક નોંધાઈ ન હતી પરંતુ આજે નવા જીરાની ત્રણ બોરીની આવક ખેડૂતોને લઈને આવ્યો હતો ઊંઝા એપીએમસીમાં નવા જીરાની આવકને જોતા તેની ચમક વધુ તેજ બને તે હેતુથી તોતિંગ ઐતિહાસિક ભાવ ખેડૂતને ત્રણ બોરીનો આપવામાં આવ્યો છે ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરા ની આવક આજે નોંધાતા  ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરા નાં શ્રી ગણેશ થતાં વેપારીઓ બે દિવસ અગાઉ ભારે તેજી નાં એંધાણ વચ્ચે નવા જીરાની આવક ને વેપારીઓ માં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ: જાણો આજની તમામ માર્કેટ યાર્ડનાં ડુંગળીના ભાવ

નવા જીરા નાં મુહર્ત માં ખેડૂત ને 20 કિલો નો ભાવ 51,111 આપવા માં આવતા ખેડૂત ખુશ ખુશાલ જોવા મળ્યો હતો અત્યાર સુધી નાં સૌથી ઊંચા ભાવ રહ્યા ઊંઝા માં જીરા નો આજે હરાજી માં બોલાયો છે જ્યારે રેગ્યુલર હાલ માં 6200 આસપાસ જીરા નો ભાવ બે દિવસ પહેલા એ.પી.એમ.સી માં બોલાયો હતો કિરણ પટેલ વેપારી એ જણાવ્યું હતું.

નવા જીરાની આવક શરૂ થતાં ભાવોમાં આગઝરતી તેજીથી વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી એક માસ બાદ જીરાની આવકો જોર પકડશે. ઊંઝા ગંજબજારમાં જીરાની દૈનિક છથી સાત હજાર બોરીની આવક થઈ રહી છે. જેમાં ભાવ રૂ. 6300થી 6350 સુધીના જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: 1900 રૂપિયા બોલાયો કપાસને ભાવ, જાણો કયા ? સર્વે તેમજ ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

અગાઉ ડિસેમ્બર માસમાં ગોંડલ માર્કેટમાં જીરૂની મબલક આવક નોંધાઇ હતી તેમાં એક દિવસમાં જ ગોંડલ માર્કેટમાં 3500 ગુણી જીરૂની આવક નોંધાઇ હતી. માર્કેટમાં જીરૂના 5 હજારથી લઇને 5 હજાર 800 સુધીનો એક મણનો ભાવ બોલાયો રહતો. જીરૂના ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. એટલું જ નહીં ગુજરાતનું સૌથી મોટા ઉંઝા માર્કેટ યાર્ડ કરતા પણ ગોંડલ માર્કેટમાં જીરૂના ઉંચા ભાવ બોલાઇ રહ્યાં છે. જેને લઇ ખેડૂતો મોટી સંખ્યામાં તેમણી જણસ વેચવા પહોંચ્યા હતા.