આજે ફરી કપાસનાં ભાવમાં વધારો: આજે સિદ્ધપુરમાં ઊંચો ભાવ 1319 રૂપિયા / જાણો આજનાં ભાવો

આજે ફરી કપાસનાં ભાવમાં વધારો: આજે સિદ્ધપુરમાં ઊંચો ભાવ 1319 રૂપિયા / જાણો આજનાં ભાવો

સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડોમાં ગુરૂવારે કપાસની આવક 1.20 લાખ મણની હતી અને કપાસના ભાવ નીચામાં રૂ.1030 થી 1080 અને ઊંચામાં રૂ.1250 થી 1270 બોલાયા હતા. સૌરાષ્ટ્રમાં સારી કવોલીટીના કપાસના ભાવ રૂ.15 થી 20 સુધર્યા હતા પણ નબળા અને મધ્યમ કવોલીટીના કપાસના ભાવ રૂા.10 સુધર્યા હતા. મિડિયમ કવોલીટીના રૂ.1190 થી 1210 અને એકદમ નબળી કવોલીટીના રૂ.1165 થી 1180 ભાવ બોલાયા હતા. 

દેશમાં રૂની આવક ગુરૂવારે ઘટીને 87 થી 90 હજાર ગાંસડી એટલે કે 21 થી 22 લાખ મણ કપાસની આવક નોંધાઇ હતી. કપાસની આવક નિરંતર ઘટી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસ વધતાં ગર્વમેન્ટે અમરાવતી, અકોલા વિગેરે વિસ્તારમાં રાત્રિનો તેમજ રવિવારનો કર્ફયુ લાદી દેતાં આવનારા દિવસોમાં મહારાષ્ટ્રના કપાસની આવક વધુ ઘટવાની સંભાવના છે. દેશભરમાં કપાસની આવક સતત ઘટી રહી હોવાથી કપાસિયા અને કપાસિયાખોળના ભાવ આસમાની ઊંચાઇએ પહોંચી રહ્યા છે. આજે દેશભરમાં સારા કપાસના મણે રૂ.1230 થી 1240 સુધીના ભાવ બોલાતા હતા. ગુજરાતમાં પણ કપાસની આવક હવે ધીમે ધીમે ઘટી રહી છે. પંજાબ, તેલંગાના, આંધ્રપ્રદેશ,કર્ણાટકમાં હવે નામ પૂરતી જ કપાસની આવક આવે છે.

આજના માર્કેટ યાર્ડમાં ભાવ (૧૯/૦૨/૨૦૨૧) નીચે મુજબ રહ્યા હતા.જેમાં 30+ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1200+ જોવા મળ્યા છે.  જેમાંથી સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં સૌથી ઉંચો ભાવ 1319 જોવા મળ્યો છે.

રાજકોટ  :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1260
અમરેલી :- નીચો ભાવ 700 ઉંચો ભાવ 1286
સાવરકુંડલા :- નીચો ભાવ 930 ઉંચો ભાવ 1230
જસદણ :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1280
બોટાદ :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1315
મહુવા :- નીચો ભાવ 970 ઉંચો ભાવ 1218
ગોંડલ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1261
કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1261
જામજોધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1230
ભાવનગર :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1241
જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1236
બાબરા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1290
જેતપુર :- નીચો ભાવ 1031 ઉંચો ભાવ 1313
વાંકાનેર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1250
મોરબી :- નીચો ભાવ 1051 ઉંચો ભાવ  1261
રાજુલા :- નીચો ભાવ 960 ઉંચો ભાવ 1251
હળવદ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1245
‌વિસાવદર :- નીચો ભાવ 973 ઉંચો ભાવ 1171
તળાજા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ  1241
ઉપલેટા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1210
માણાવદર :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1252
‌વિછીયા :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1250
ભેંસાણ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1200
ખંભાળિયા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1200
ધ્રોલ :- નીચો ભાવ 1045 ઉંચો ભાવ 1191
પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1180
હારીજ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1249
ધનસૂરા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1225
‌વિસનગર :- નીચો ભાવ 1020 ઉંચો ભાવ 1300
‌વિજાપુર :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1290
કુકરવાડા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1281
ગોજારીયા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1250
‌હિંમતનગર :- નીચો ભાવ 1115 ઉંચો ભાવ 1282
માણસા :- નીચો ભાવ 1041ઉંચો ભાવ 1273
કડી :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1294
પાટણ :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1280
થરા :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1237
તલોદ :- નીચો ભાવ 1130 ઉંચો ભાવ 1248
સિધ્ધપુર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1319
ડોળાસા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1130
દીયોદર :- નીચો ભાવ 970 ઉંચો ભાવ 1155
બેચરાજી :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1180
ગઢડા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1300
ઢસા :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1172
કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 950
ધંધુકા :- નીચો ભાવ 1075 ઉંચો ભાવ 1241
વીરમગામ :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1204
જાદર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1175
ચાણસ્મા :- નીચો ભાવ 997 ઉંચો ભાવ 1261
ભીલડી :- નીચો ભાવ 1081 ઉંચો ભાવ 1082
ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1111 ઉંચો ભાવ 1166
ઉનાવા :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1281
શિહોરી :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1145
લાખાણી :- નીચો ભાવ 1151 ઉંચો ભાવ 1195
ઇકબાલગઢ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1263