LPG ગેસ સિલિન્ડરમાં કડાકો : સામાન્ય માણસના ખિસ્સામાં પડશે ભારે અસર, જાણો તમારાં જિલ્લાનાં ભાવો

LPG ગેસ સિલિન્ડરમાં કડાકો : સામાન્ય માણસના ખિસ્સામાં પડશે ભારે અસર, જાણો તમારાં જિલ્લાનાં ભાવો

સમગ્ર દેશ હવે ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરે છે. હાલમાં સરકારે LPG ના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કર્યો છે જે બાદ હવે સિલિન્ડર ની કિંમત રૂ.૬૯૪ થી વધીને રૂ.૭૧૯ કરી દેવામાં આવ્યા.

જુલાઈ ૨૦૨૦માં ઘરેલું ગેસની કિંમત ૫૯૪ રૂપિયા હતી ત્યારબાદ પાંચ મહિના સુધી તેના ભાવમાં કોઈ વધારો થયો નહોતો. પરંતુ ડિસેમ્બર મહિનામાં તેના ભાવ વધારવામાં આવ્યા અને ૫૯૪ થી ૬૪૪ રૂપિયા કરી દેવામા આવ્યા. ત્યારબાદ ૧૫ ડિસેમ્બરના રોજ એકવાર ફરી તેની કિંમતમાં ૫૦ રૂપિયા વધારીને ૬૯૪ રૂપિયા કરાઈ. આમ ડિસેમ્બર મહિનામાં બે વખત વધારો કરવામાં આવ્યો. હવે ફરીથી LPG ની કિંમતમાં વધારો થયો છે.

હાલ ફરી LPG ગેસ સિલિન્ડરમાં ૨૫ રૂપિયાનો વધારો થયા બાદ દિલ્હીમાં LPG ગેસનો ભાવ ૭૧૯ રૂપિયા થઈ ગયો છે. જો કે આ નવી કિંમત ૪ ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવી હતી. એટલે ૪ ફેબ્રુઆરીથી દિલ્હીમાં LPG ના ભાવ ૭૧૯ રૂપિયા, મુંબઈમાં ૭૧૯ રૂપિયા, કોલકતામાં ૭૪૫ રૂપિયા, ચેન્નાઈમાં ૭૩૫ રૂપિયા થઈ ગયા.

જોકે ગેસ સિલિન્ડરમાં થોડા જ સમયમાં ત્રણ વખત ભાવમાં વધારો કરતા લોકોના ખિસ્સા પર ભારે અસર જોવા મળી રહી છે. જેથી સામાન્ય વર્ગના લોકો ઘણી કચાસ રાખે છે.

મિસ્ડકોલ કરીને સિલિન્ડર રિફિલ કરાવી શકો છો :

જોકે હાલ તેલ કંપનીઓએ LPG ગેસ સિલિન્ડરને રિફિલ કે બુકીંગ કરાવવા માટે ગ્રાહકોને એક સુવિધા પૂરી પાડી છે. જેમાં માત્ર એક મિસ્ડકોલ કરી ગ્રાહકો પોતાના ગેસ સિલિન્ડર રિફિલ કરાવી શકે છે.

તેલ કંપનીઓ ગ્રાહકોને ગેસ સિલિન્ડર ભરાવવા માટે મિસ્ડકોલ સુવિધા આપી રહી છે. જેના થકી હોવી દેશમાં ક્યાંયથી પણ એક મિસ્ડકોલ કરીને તમે સિલિન્ડર રિફિલ કરાવી શકો છો.

ગેસ રિફિલ કરાવવા માટે ગ્રાહકોએ ૮૪૫૪ ૯૫૫ ૫૫૫ નંબર પર મિસ્ડકોલ કરવાનો રહેશે જેથી તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નમ્બર પર મેસેજ આવશે જે ગેસ સિલિન્ડર એજન્સીને દેખાડવાથી તમારો ગેસ સિલિન્ડર રિફિલ કરાવી શકશો.

ફેબ્રુઆરી મહિનામાં બદલાયેલાં ગેસ સિલિન્ડરના ભાવ: 

અમદાવાદ :-  ₹ 726

અમરેલી :-  ₹  738.50

આણંદ  :- ₹ 725. 

અરવલ્લી  :- ₹ 733.50   

બનાસકાંઠા :-   ₹ 743 

ભરૂચ :- ₹ 725   

ભાવનગર :-  ₹ 727 

બોટાદ :- ₹ 732.50  

છોટાઉદેપુર :- ₹ 733.50  

દાહોદ :-  ₹ 746.50   

દેવભૂમિ દ્વારકા :-  ₹ 738

ગાંધીનગર :-  ₹ 727 

ગીર સોમનાથ :-  ₹ 740

જામનગર :-  ₹ 731.50 

જુનાગઢ :- ₹ 738

ખેડા :- ₹ 726

કચ્છ :-  ₹ 739.50. 

મહિસાગર :-  ₹ 742

મહેસાણા :-  ₹ 727.50. 

મોરબી :- ₹ 730 

નર્મદા :-  ₹ 740 

નવસારી :-  ₹ 733.50 

પંચ મહેલ :- ₹ 735

પાટણ :-  ₹ 743 

પોરબંદર :-  ₹ 740

રાજકોટ :-  ₹ 724.50 

સાબરકાંઠા :-  ₹ 745.50 

સુરત :-  ₹ 724.50 

સુરેન્દ્રનગર :-  ₹ 731.50

તાપી :-  ₹ 739 

ડાંગ :-  ₹ 736.50 

વડોદરા :- ₹ 725 

વલસાડ :-  ₹ 738.50