Top Stories
khissu

SBI ગ્રાહકો માટે સારા સમાચાર, હવે માત્ર એક ફોન કોલ કરો અને મેળવો બેંક સંબંધિત આ તમામ સેવાઓ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે સારા સમાચાર છે. હવે તમને માત્ર એક ડાયલ પર ઘરે બેઠા બેંક સંબંધિત ઘણી સેવાઓ મળશે. આ માટે તમારે SBIના કોન્ટેક્ટ સેન્ટર પર કોલ કરવાનો રહેશે. SBIએ બે નવા સંપર્ક નંબર 1800 1234 અને 1800 2100 શેર કર્યા છે. બેંકના ગ્રાહકો માટે આ સુવિધા 24 કલાક કાર્યરત રહેશે, જ્યાં બેંક તરફથી વિવિધ મુદ્દાઓ પર સહાય ઉપલબ્ધ થશે. SBI આ માટે ગ્રાહકો પાસેથી કોઈ ફી વસૂલતી નથી.

- એકાઉન્ટ બેલેન્સ અને છેલ્લા પાંચ વ્યવહારો
SBI ગ્રાહકો માત્ર એક કોલ દ્વારા તેમના એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકે છે. આ ઉપરાંત, તેઓ તેમના છેલ્લા પાંચ વ્યવહારો વિશે પણ માહિતી મેળવી શકે છે.

- એટીએમ કાર્ડ બ્લોકીંગ
જો તમારું ડેબિટ/ક્રેડિટ કાર્ડ ચોરાઈ જાય કે ખોવાઈ ગયું હોય અથવા અન્ય કોઈ કારણસર બંધ કરવું પડ્યું હોય, તો પણ તમે ઘરે બેઠા જ નંબર ડાયલ કરીને તેને ખૂબ જ સરળતાથી બ્લોક કરી શકો છો.

- ચેક બુક ડિસ્પેચ સ્ટેટસ
SBI ગ્રાહકો Contact Centre પર ફોન કરીને ઘર બેઠા આરામથી પોતાના માટે નવી ચેકબુક મંગાવી શકે છે અને તેનું સ્ટેટસ પણ ટ્રૅક કરી શકે છે.

- ઈ-મેલ દ્વારા TDS વિગતો અને ડિપોઝિટ વ્યાજ પ્રમાણપત્ર 
SBI બેંકના ગ્રાહકો ઘરે બેઠા ઈમેલ દ્વારા TDS અથવા ડિપોઝિટ વ્યાજ પ્રમાણપત્ર મેળવી શકે છે. આ માટે તમારે SBIના કોન્ટેક્ટ સેન્ટર પર કોલ કરવાનો રહેશે.

- અગાઉના એટીએમને બ્લોક કર્યા પછી નવી અરજી કરવી
ગ્રાહકો SBIના Contact Centre પર ફોન કરીને પોતાના માટે નવા ATM કાર્ડ માટે અરજી પણ કરી શકે છે