ગુજરાતમાં 1જૂનથી ૨૩ઓગસ્ટ સુધીનું ચોમાસાનુ ચિત્ર ખૂબ જ નબળું રહ્યું છે. આ વર્ષે ધાર્યા કરતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૯ ટકા ઓછો વરસાદ પડયો છે જ્યારે ગુજરાત રીજીયનમાં ૪૪ ટકા ઓછો વરસાદ પડયો છે. ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ કે જેમાં છેલ્લા 1.5 મહિનાથી વરસાદ પડ્યો નથી ત્યારે ખેડૂતોનાં પાકો ઊભાં સુકાવા લાગ્યાં છે.
તમે ઉપર ફોટા જોઈ શકો છો, જે ફોટા જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના છે. જોકે દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર તેમજ સૌરાષ્ટ્રના ઘણા બધા તાલુકા, કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સ્થિતિ આવી જ છે. એટલે કે વરસાદ ન પડવાથી ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે.
‘ આંખડી રડી પડે ને કાળજુ બળે એતો જેને માથે વિતે એમને ખબર પડે ’
જોકે આતો એક જગત તાત ખેડૂત સહન કરી શકે છે. બાકી કોઈનામાં આટલી તાકાત નથી. મિત્રો ફોટા પરથી તમને ખ્યાલ આવી જશે કે હવે આ વિસ્તારોમાં ફરી વરસાદ પડે તો પણ આ પાક ફરીથી ઉભો થઈ શકે તેમ નથી. તો આવા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે એવી માગ આપણે બધાં કરીએ. આ વાતને સરકાર સુધી પહોચાડીએ અને તે વિસ્તારનાં દરેક ખેડૂત ભાઇઓને થોડું વળતર અપાવીએ. ગુજરાતના દરેક જાગૃત વ્યક્તિ જાગૃત બને અને સરકારને બે હાથ જોડીને વિનંતી કરે, અમારી Khissu Team દ્વારા પણ સરકારને આ માહિતી ધ્યાનમાં લેવામાં ટકોર કરવમાં આવે છે. જો ગુજરાત સરકારમાં ખેડૂતો પ્રત્યે જરા પણ સહાનુભૂતિ હોય તો તાત્કાલિક વળતર અને નિર્ણય આપશે. આ પોસ્ટ- માહિતીને બને તેટલી શેર કરો.
મોદી સરકારે જાહેરાત કરી હતી કે 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે. જોકે થોડા મહિના પછી 2022 પણ ચાલુ થવાનું છે. જોઈએ સરકાર શું નિર્ણય કરે છે.
બીજી બાજુ ગુજરાતનાં ખેડૂતોને જાણ કરવાની કે હજી ચોમાસું પૂર્ણ નથી થયું આવનાર દિવસોમાં સારા વરસાદનાં સંજોગ બની રહ્યા છે. જોકે હારશું તો માત્ર વર્ષ, જિંદગી નહિ. થોડી ધીરજ રાખવી, ફરી વરસાદ પડી શકે છે. આગળ સપ્ટેમ્બર મહિનાનાં ચાર્ટ સુધરી રહ્યા છે. એટલે ફરી હજી આશા રાખી શકીએ છીએ. જોકે આ વર્ષે ચાર્ટ માં ઘણી સારી સ્થિતિ બતાવતાં હોય છે પરંતુ એવો વરસાદ પડ્યો નથી એટલે હવે ખેડૂતોને આગાહી પર પણ વિશ્વાસ નથી રહ્યો પરંતુ હાલમાં આપડી પાસે એ એક જ રસ્તો છે. ઈશ્વરેને પ્રાર્થના કરવાનો અને રાહ જોવાનો.
અમને આશા છે કે સાતમ-આઠમના તહેવારો સારો વરસાદ રાઉન્ડ લઈને આવશે. કેમ કે સપ્ટેમ્બર મહિનાનાં આગમી 10 દિવસ સુધી સારા ચાર્ટ જોવા મળી રહ્યા છે. 28-29 અને 4 તારીખ આજૂબાજૂ બે-લો પ્રેશર બની રહ્યા છે. જે ગુજરાતમાં સારો વરસાદ આપી શકે છે. વધારે માહિતી અમે Khissu Aplication માં જણાવતાં રહીશું માટે Khissu ની Application ડાઉનલોડ કરી લેજો.