khissu

LIC લાવી છે કમાલનો પ્લાન, ફક્ત એક વખત પ્રિમિયમ ચૂકવો અને મેળવો આજીવન પેન્શન

જે લોકો જોખમ લેવા ન માગતા હોય તેના LICની અનેક યોજનાએ છે. જેમા સુરક્ષા કવચ તો હોય છે પરંતુ સાથે સાથે એક નિશ્ચત વળતર પણ મળે છે. જેના કારણે જ આ કરોડો લોકો LICમાં રોકાણ કરી રહ્યા છે. એવામાં જો તમે પણ નિવૃત્તિ સમયે નિશ્ચિંત થઈને જીવન પસાર કરવા માગતા હોય તો LIC આ યોજનાનો લાભ લઈ શકો છો.

અમે વાત કરી રહ્યા છીએ LIC એ શરૂ કરેલી સરલ પેન્શન યોજનાની. નોંધનિય છે કે, આ એક નોન-લિંક્ડ સિંગલ પ્રીમિયમ સ્કીમ છે. આ પ્લાન હેઠળ પોલિસીધારકે માત્ર એક જ વાર પ્રીમિયમ ભરવાનું હોય છે. ત્યાર બાદ તેમને  આજીવન પેન્શન મળતું રહે છે.

તમને જણાવી દઈએ કે, વીમા નિયમનકાર IRDAI ની ગાઈડલાઈન પ્રમાણે આ તાત્કાલિક વાર્ષિકી યોજના(Immediate Annuity plan) છે. આ અંગે LICએ જણાવ્યું છે કે આ પ્લાનમાં તમામ જીવન વીમા કંપનીઓ માટે સમાન નિયમો અને શરતો લાગુ થશે. LIC ની આ યોજના હેઠળ પોલિસીધારક બે ઉપલબ્ધ વાર્ષિકી વિકલ્પોમાંથી કોઈપણ એકની પસંદગી કરી શકે છે. આ ઉપરાંત સૌથી મહત્વની વાત એ છે કે, આ પ્લાન શરૂ થયાની તારીખથી 6 મહિના પછી લોન પણ મેળવી શકાય છે.

સરલ પેન્શન યોજનાનો પહેલો વિકલ્પ
પ્રથમ વિકલ્પ છે Life Annuity With 100 return of purchase price. આ પેન્શન સિંગલ લાઇફ માટે છે, એટલે કે પેન્શન જીવનસાથીમાંથી એક સાથે જોડાયેલ હશે, જ્યાં સુધી પેન્શનર જીવિત રહે છે, ત્યાં સુધી તેને પેન્શન મળતું રહેશે. તેમના મૃત્યુ બાદ પોલિસી લેવા માટે ચૂકવવામાં આવેલ બેઝ પ્રીમિયમ તેમના નોમિનીને પરત કરવામાં આવશે.

સરલ પેન્શન યોજનાનો બીજો વિકલ્પ
બીજો વિકલ્પ થે જોઈન્ટ લાઈફ(Joint Life) છે. તમને જણાવી દઈએ કે, આ પેન્શનમાં પતિ અને પત્ની બંને સાથે જોડાયેલ છે. જેમા પતિ કે પત્ની જે પણ છેલ્લે સુધી જીવિત રહે છે, તેને પેન્શન મળતું રહે છે. જેટલુ પેન્શન કોઈ એક વ્યક્તિના જીવીત રહેવા પર મળતુ હશે તેટલુ જ પેન્શન  કોઈ એકના મૃત્યુ બાદ અન્ય જીવનસાથીને મળતુ રહેશે. જ્યારે બીજો પેન્શનર પણ મૃત્યુ પામે ત્યારે નોમિનીને તે મૂળ કિંમત આપવામાં આવે છે જે પોલિસી લેતી વખતે ચૂકવવામાં આવી હતી.

Immediate Annuity Plan: LICની આ યોજના તાત્કાલિક વાર્ષિકી યોજના(Immediate Annuity Plan) છે. મતલબ એ કે પોલિસી લેતાની સાથે જ પેન્શન શરૂ થઈ જશે. પેન્શનર પાસે વિકલ્પ એ છે કે તે દર મહિને, ત્રિમાસિક, અર્ધવાર્ષિક પેન્શન લેશે અથવા વર્ષમાં એકવાર લેશે. જે પણ વિકલ્પ પસંદ કરવામાં આવશે, તે જ રીતે પેન્શન શરૂ થશે.