હાલ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારતી જ જાય છે. સામાન્ય નાગરિક પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને ઘણી મુશ્કેલીઓ ભોગવે છે જોકે આજના સમયમાં ઘરની બહાર કોઈ પણ કામ અર્થે જાવા માટે વ્હિકલની જરૂરિયાત પડે જ છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ મોંઘા થતાં લોકોના ખિસ્સા પર ભારે અસર જોવા મળે છે.
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ના ભાવ આસમાને :
દિવસે ને દિવસે વધતા જતા ભાવમાં આજે સતત નવમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પાટનગર દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૨૫ પૈસાનો વધારો થયો છે. જે પછી દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૯.૫૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૭૯.૯૫ રૂપિયા પહોંચી ગઈ. આશ્વર્યની વાત તો એ છે કે રાજસ્થાનના શ્રીગંગાનાગરમાં સામાન્ય પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લિટર વેંચાઈ રહ્યું છે.
દેશમાં છેલ્લા આઠ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૨.૩૬ રૂપિયાનો વધારો થયો જ્યારે ડીઝલના ભાવમાં ૨.૯૧ રૂપિયાનો વધારો જોવા મળ્યો. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.
પેટ્રોલના વધતાં જતા ભાવ પર નીતિન પટેલનું નિવેદન :
પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. નિતીન પટેલે નિવેદન આપતાં કહ્યું કે, આખા દેશની અંદર પેટ્રોલ અને ડીઝલના જે વેટ છે, તે ગુજરાતમાં સૌથી ઓછો છે. અન્ય રાજ્યો અને શહેરો કરતાં ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ સસ્તું છે. વેટ ઓછો હોવાથી પ્રજાને એ બોજો પડવા દીધો નથી. ભારતમાં કુદરતી ઓઇલ મળવાનું પ્રમાણ ઓછું છે. ગઈ કાલે જ માન્ય વડાપ્રધાનશ્રીએ જે માહિતી જાહેર કરી એ પ્રમાણે ૮૫% કરતાં વધુ ક્રૂડ ઓઇલ આપણે વિદેશથી આયાત કરવું પડે છે.
તેમણે વધુમાં કહ્યું કે, પહેલા બેરલની કિંમત ૫૧-૫૨ ડોલર હતી જે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થયો અને બેરલની કિંમત ૬૦ ડોલરથી પણ વધુ થઈ છે એટલે સ્વાભાવિક છે કે તેની કિંમતમાં વધારો થયો છે.
નીતિન પટેલે પેટ્રોલ-ડિઝલ પર લગાવેલી એક્સાઇઝ ડ્યૂટી વિશે કહ્યું કે, કોરોના મહામારીમાં સરકારોની આવક આખા દેશમાં ઘડી નાંખી છે પછી તે ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય. ખૂબ મોટો ખર્ચો થયો એને ધ્યાનમાં રાખી માન્ય વડાપ્રધાનશ્રીએ આ બજેટમાં નિર્મલા સિતારામણજીએ ખેડૂતોને મદદરૂપ થવા જે સેસ નાંખી છે, એ પેટ્રોલ-ડિઝલ પર નાખ્યો છે. પણ સામે ભારત સરકારે પેટ્રોલ-ડિઝલ પરની એક્સાઇઝમાં ઘટાડો કરી દીધો છે એટલે પ્રજા ઉપર સીધો એક્સાઇઝનો બોજો આવ્યો નથી. એટલે હું ચોકકસ કહી શકું છું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ક્રૂડના ભાવ વધ્યા એના કારણે પેટ્રોલના ભાવ વધ્યા છે. આપણે આશા રાખીએ કે ક્રૂડ ઓઇલનો ભાવ દુનિયામાં ઝડપથી ઘટે.
આમ તેમને સંકેત આપ્યાં કે, સરકાર પેટ્રોલ-ડિઝલ પરનો વેટ ઘટાડવાની નથી. તેથી હમણાં ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતાઓ નથી.
ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કડાકો :
ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો જુલાઈ મહિના માં પેટ્રોલનો ભાવ ૭૦.૪૦ ₹ / લીટર હતો જ્યારે હાલ વધીને ૮૭.૦૬ રૂપિયા થયા છે તો ડિઝલનો ભાવ જુલાઈમાં ૬૯.૮૩ ₹/ લિટર હતો જ્યારે હાલ વધીને ૮૬.૪૪ ₹/ લિટર થયો છે.
તો જુલાઈ પછી પેટ્રોલના ભાવમાં ૧૬.૬૬ રૂપિયાનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં ૧૬.૬૧ રૂપિયાનો વધારો થયો છે. જોકે, હાલ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૮૮.૯૫ રૂપિયા/લિટર છે જ્યારે ડિઝલ ૮૮.૩૧ રૂપિયા/લિટર છે.
તો ચાલો આપણે જાણી લઈએ આજ ૧૮/૦૨/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :
શહેર આજના ભાવ ગઈકાલના ભાવ
અમદાવાદ ૮૭.૦૬ ₹ ૮૬.૭૪ ₹
અમરેલી ૮૭.૮૬ ₹ ૮૭.૯૦ ₹
આણંદ ૮૭.૩૪ ₹ ૮૬.૭૪ ₹
અરવલ્લી ૮૭.૯૫ ₹ ૮૭.૫૨ ₹
ભાવનગર ૮૮.૯૫ ₹ ૮૭.૯૫ ₹
બનાસકાંઠા ૮૭.૭૫ ₹ ૮૬.૯૫ ₹
ભરૂચ ૮૭.૩૦ ₹ ૮૬.૮૬ ₹
બોટાદ ૮૮.૨૩ ₹ ૮૭.૯૦ ₹
છોટા ઉદેપુર ૮૭.૨૯ ₹ ૮૬.૯૦ ₹
દાહોદ ૮૭.૯૮ ₹ ૮૭.૬૨ ₹
દેવભૂમિ દ્વારકા ૮૭.૨૭ ₹ ૮૬.૫૦ ₹
ગાંધીનગર ૮૭.૨૪ ₹ ૮૬.૯૨ ₹
ગીર સોમનાથ ૮૮.૫૯ ₹ ૮૮.૩૭ ₹
જામનગર ૮૬.૭૩ ₹ ૮૬.૮૬ ₹
જૂનાગઢ ૮૭.૯૭ ₹ ૮૭.૬૯ ₹
ખેડા ૮૭.૨૭ ₹ ૮૬.૭૪ ₹
કચ્છ ૮૭.૫૧ ₹ ૮૭.૩૬ ₹
મહીસાગર ૮૭.૨૪ ₹ ૮૭.૦૪ ₹
મહેસાણા ૮૭.૩૭ ₹ ૮૬.૭૭ ₹
મોરબી ૮૭.૮૩ ₹ ૮૬.૭૭ ₹
નર્મદા ૮૭.૪૩ ₹ ૮૬.૯૫ ₹
નવસારી ૮૭.૩૭ ₹ ૮૭.૨૧ ₹
પંચમહાલ ૮૭.૧૬ ₹ ૮૬.૮૩ ₹
પાટણ ૮૭.૬૬ ₹ ૮૬.૭૭ ₹
પોરબંદર ૮૭.૨૮ ₹ ૮૭.૨૭ ₹
રાજકોટ ૮૭.૮૩ ₹ ૮૭.૨૩ ₹
સાબરકાંઠા ૮૭.૬૪ ₹ ૮૭.૩૧ ₹
સુરત ૮૭.૫૫ ₹ ૮૭.૦૦ ₹
સુરેન્દ્રનગર ૮૭.૪૩ ₹ ૮૭.૫૭ ₹
તાપી ૮૭.૫૫ ₹ ૮૭.૪૨ ₹
ડાંગ ૮૮.૩૪ ₹ ૮૮.૦૧ ₹
વડોદરા ૮૭.૧૩ ₹ ૮૬.૬૧ ₹
વલસાડ ૮૮.૦૫ ₹ ૮૭.૪૧ ₹
ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૮૮.૯૫ રૂપિયા છે.
મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ પેટ્રોલ-ડિઝલના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.