મહિલાઓ માં થતાં માસિક ધર્મ ને લઈને હવે લોકો ઘણા જાગૃત થઈ ગયા છે અને સામાજિક કાર્યકર્તા દ્વારા જાગૃકતા કાર્યક્ર્મ પણ ચલાવવામાં આવે છે. તેવામાં વડોદરામાં બનેલી આ ઘટના સૌને ચોંકાવનારી છે.
વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતા એક શખ્સે તેની પત્ની પર આરોપ નાખતા જણાવ્યું કે તેની પત્ની લગ્ન દરમિયાન માસિકધર્મ માં હોવા છતાં પરિવારના કોઈપણ સદસ્યને જાણ કરી નહીં.
શખ્સે પત્ની ને છૂટાછેડા આપવા માટે કોર્ટમાં અરજી કરી છે તેના જણાવ્યા મુજબ તેની પત્ની એ તેની સાથે દગો કર્યો છે અને લગ્ન સમયે માસિકધર્મ માં હોવા છતાં લગ્નની તમામ વિધિ કરી અને કોઈને જાણ પણ ના કરી.
આ સિવાય શખ્સે તેની પત્ની પર પોતાની મનમાની કરવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો. શખ્સે જણાવ્યું કે તેની પત્ની પોતાની રૂમમાં એસી લગાવવાની જિદ્દ કરતી હતી અને ના પાડતા તે પિયરે જતી રહી હતી. વધુમાં તેને જણાવ્યું કે તેની જિદ્દ પૂરી ન થતાં તે મારા પર ખોટા આરોપો લગાવતી અને મારી માતા વિશે ખરાબ બોલતી હતી. હાલ સમગ્ર મામલો કોર્ટમાં ખસેડાયો છે.