રાજ્યના લોકોને દિવાળી ગિફ્ટ, સીએનજી અને પીએનજી વેટમાં 10 ટકાનો ઘટાડો

રાજ્યના લોકોને દિવાળી ગિફ્ટ, સીએનજી અને પીએનજી વેટમાં 10 ટકાનો ઘટાડો

દિવાળી પહેલા ગુજરાત સરકારને રાજ્યના લોકોને એક મોટી ભેટ આપી છે. સરકારે સીએનજી અને પીએનજી વેટમાં 10 ટકાનો ધટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણીઓ તેમજ વાહનચાલકો આમ બંનેને સીધી લાભ મળવાનો છે.

આ પણ વાંચો: મગફળીમાં આજે 1760 રૂપિયા ઊંચો ભાવ, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવો

જીતુ વાઘાણીએ જાહેરત કરતા કીધુ છે કે નાગરિકો અને ગૃહિણીઓને એક હજાર કરોડ રૂપિયા જેવી રાહત મળવાની છે. સાથે જ વર્ષમાં બે સિલિન્ડ ફ્રી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ 650 કરોડ રૂપિયાની રાહત એટલે કે 1700 કરોડ રૂપિયા સુધીની રાહત સુધી જ જનતાના ઘરમાં કે ખિસ્સા સુધી પહોંચી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કપાસના ભાવમાં ફરી તેજી, જાણો ક્યાં બોલાયો 1993 રૂપિયા ભાવ ? જાણો ગુજરાતની ૪૦+ માર્કેટ યાર્ડોના ભાવો

સીએનજીમાં 10 ટકા ઘટાડો ગણીએ તો કિલોદીઠ 6થી 7 રુપિયાનો લાભ થશે. એવી જ રીતે પીએનજી પર પાંચથી સાડા પાંચ રૂપિયાનો લાભ કિલોદીઠ થવાનો છે. તેમણે રાજ્ય સરકારની આ જાહેરાતને ખૂબ જ મોટી ગણાવી હતી અને રાજ્યની સરકારને દિવાળીની ભેટ તરીકે પણ ગણાવી હતી. આમ, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના લાભાર્થીને લાભ થશે. સીધા જ તેમના ખાતામાં પૂરી રકમ જમા થશે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ જાહેરાત મહત્વની મનાય છે. સાથે જ વાહનચાલકો અને રીક્ષાચાલકો માટે મોટા સમાચાર છે.