khissu

કપાસના ભાવમાં ફરી તેજી, જાણો ક્યાં બોલાયો 1993 રૂપિયા ભાવ ? જાણો ગુજરાતની ૪૦+ માર્કેટ યાર્ડોના ભાવો

કપાસમાં છેલ્લા એક સપ્તાહથી કોઇ ખાસ મોટા કામકાજ જોવા મળ્યા નથી. હાલ જે કપાસ આવી રહ્યો છે તેમાં 30 થી 45 પોઇન્ટ સુધીના હવા-ભેજ આવી રહ્યા હોઇ, બીજી તરફ હાલના રૂના ભાવ સામે જીનર્સોને આ ભાવે કપાસની ખરીદી કરી રૂ બનાવવું
પાલવે તેમ ન હોઇ, ઓછામાં ઓછી રૂપિયા બે થી અઢી હજાર ડીસ્પેરિટીનો મુદ્દો નડી રહ્યો હોઇ, કોઇ ખાસ લેવાલી જોવા મળી રહી નથી. આજેસપ્તાહના છેલ્લા દિવસે વાયદાઓ બંધ હતા, હાજરમાં પડેલી પોઝિશન જોવા મળતી હતી. મહારાષ્ટ્રના કપાસમાં30-35 ગાડી અને લોકલમાં 60-70 ગાડીઓના કામકાજ થયા હતા. પીઠાઓમાં સામાન્ય ઘટાડા સાથે 2.33 લાખ મણની આવક નોંધાઇ હતી.

આ પણ વાંચો: આ વખતે આ સરકારી બેંક દિવાળી પર સસ્તી પ્રોપર્ટી વેચી રહી છે, ચેક કરો કેટલા રૂપિયામાં ફ્લેટ મળશે.

દેશના કેટલાક ભાગોમાં તાજેતરમાં કમોસમી વરસાદ પડ્યો  હોવાથી કેટલાક સ્થળોએ કપાસના પાકને લઇને ચિંતાનું વાતાવરણ જોવા મળીરહ્યું છે, જોકે, ઓલઓવર પાકની એકંદરે સ્થિતિ સારી છે.

આજે સપ્તાહના છેલ્લા દિવસે ટોચના માર્કેટિંગ યાર્ડોમાં કાચા કપાસની આવક છેલ્લા બે દિવસની સામે નવેક હજાર મણ ઘટી 2,33,400 મણ નોંધાઇહતી. રાજકોટમાં 19,000, બોટાદમાં 65,000, હળવદમાં 33,000, અમરેલીમાં 15,000, સાવરકુંડલામાં 12,000, જસદણમાં 12,000, ગોંડલમાં 12,000, બાબરામાં 14,000, વાંકાનેરમાં 11,000, મોરબીમાં 6,000, મહુવામાં 1,200, તળાજામાં 7,000, ગઢડામાં 11,000, રાજુલામાં 4,200, વિજાપુરમાં 6,000 અને વીંછિયામાં 5,000 મણની આવક થઇ હતી. માર્કેટિંગ મથકોમાં ગુણવત્તા મુજબ કપાસના સરેરાશરૂ.1040-1860ના ભાવ બોલાયા  હતા. ઉલ્લેખનીય છે કે, સારી ક્વોલિટીના કે જેના રૂ.1800થી ઊંચા ભાવ બોલાયા તેવો જૂજ કપાસ જ આવ્યો હતો.

આ પણ વાંચો: જો વાહનમાં આ મોડીફિકેશન કરાવશો, તો લાયસન્સ સસ્પેન્ડ થશે, સાથે જ તમારી કાર કે બાઇક પણ જપ્ત કરવામાં આવશે

બોટાદ માર્કેટ યાર્ડમાં 73375 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1475થી 1952 સુધીના બોલાયા હતાં. અમરેલી માર્કેટ યાર્ડમાં 11375 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 900 થી 1993 સુધીના બોલાયા હતાં..

હળવદ માર્કેટ યાર્ડમાં 33458 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1625 થી 1736  સુધીના બોલાયા હતાં. જામજોધપુર માર્કેટ યાર્ડમાં 10710 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1450થી 1750 સુધીના બોલાયા હતાં.

જસદણ માર્કેટ યાર્ડમાં 13000 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1400થી 1740 સુધીના બોલાયા હતાં. બાબરા માર્કેટ યાર્ડમાં 14000 મણ કપાસના વેપારો થયા હતા અને તેના ભાવ પ્રતિમણ રૂ. 1600 થી 1800 સુધીના બોલાયા હતાં.

કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/10/2022 ને શનિવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ અમરેલી માર્કેટ યાર્ડમાં રૂ. 1993 સુધીનો બોલાયો હતો.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 15/10/2022 શનિવારના કપાસના બજાર ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ

1600

1770

અમરેલી

900

1993

સાવરકુંડલા

1610

1781

જસદણ

1400

1740

બોટાદ

1475

1952

ગોંડલ

1001

1776

કાલાવડ

1600

1810

જામજોધપુર

1450

1750

જામનગર

1380

1820

બાબરા

1600

1800

જેતપુર

1200

1771

વાંકાનેર

1370

1758

મોરબી

1550

1772

હળવદ

1625

1736

વિસાવદર

1450

1726

તળાજા

1000

1795

બગસરા

1600

1792

ઉપલેટા

1400

2000

માણાવદર

840

1840

ધોરાજી

1591

1771

વિછીયા

1500

1740

ભેંસાણ

1600

1170

ધારી

1100

1705

લાલપુર

1646

1740

ખંભાળિયા

1500

1687

ધ્રોલ

1550

1693

પાલીતાણા

1350

1750

હારીજ

1650

1801

ધનસૂરા

1500

1680

વિજાપુર

1550

1758

કુકરવાડા

1600

1752

ગોજારીયા

1510

1761

હિંમતનગર

1551

1780

માણસા

1550

1730

કડી

1582

1742

મોડાસા

1550

1730

પાટણ

1550

1748

થરા

1650

1680

સિધ્ધપુર

1550

1768

ડોળાસા

1350

1740

દીયોદર

1500

1750

બેચરાજી

1650

1704

ગઢડા

1610

1800

ઢસા

1615

1751

કપડવંજ

1400

1500

ધંધુકા

1575

1749

વીરમગામ

1653

1710

જોટાણા

1610

1695

ચાણસ્મા

1516

1744

ખેડબ્રહ્મા

1740

1760

શિહોરી

1580

1725

સતલાસણા

1400

1570

આંબલિયાસણ

1001

1730