આજના સમયમાં લગભગ લોકો પોતાના વ્યવસાય તરફ વળ્યા છે અને વ્યવસાય થકી સારી એવી કમાણી પણ કરી રહ્યાં છે. જો તમે પણ પોતાનો વ્યવસાય કરવા ઇચ્છતા હોવ તો જાણી લો એક રસપ્રદ વ્યવસાય વિશે.
આ છે પોહાનો વ્યવસાય, આ એક સારો બિઝનેસ છે. પોહાને પોષક આહાર માનવામાં આવે છે. પોહા મોટાભાગે નાસ્તા તરીકે ખાવામાં આવે છે. તે બનાવવામાં અને પચવામાં બંને સરળ છે. આ જ કારણ છે કે પોહાનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં, તમે પોહા મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરીને તમારો વ્યવસાય શરૂ કરી શકો છો. આ વ્યવસાય તમે ઓછા પૈસાથી શરૂ કરી શકો છો અને મોટી રકમ કમાઈ શકો છો. તમે પોહા મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવી શકો છો.
ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન(KVIC) દ્વારા તૈયાર કરાયેલ પ્રોજેક્ટ પ્રોફાઇલ રિપોર્ટ અનુસાર, પોહા મેન્યુફેક્ચરિંગ યુનિટની પ્રોજેક્ટ કિંમત લગભગ રૂ. 2.43 લાખ છે અને સરકાર તમને 90% સુધીની લોન પણ આપશે. એટલે કે તમે તમારી પાસેથી માત્ર 25 હજાર રૂપિયા લઈને આ બિઝનેસ શરૂ કરી શકો છો. તો ચાલો જાણીએ આ બિઝનેસ વિશે વિગતવાર માહિતી.
ખર્ચ
KVICના રિપોર્ટ અનુસાર, આ બિઝનેસ માત્ર 2.43 લાખ રૂપિયાના રોકાણથી શરૂ કરી શકાય છે. તમે આ યુનિટને લગભગ 500 ચોરસ ફૂટની જગ્યામાં કરી શકો છો. તેના પર તમારે 1 લાખ રૂપિયા ખર્ચવા પડશે. તે જ સમયે, તમે પોહા મશીન, ચાળણી, ભટ્ટી, પેકિંગ મશીન, ડ્રમ વગેરે પર 1 લાખ રૂપિયા ખર્ચ કરશો. આ રીતે, તમારો કુલ ખર્ચ 2 લાખ રૂપિયા થશે, જ્યારે ફક્ત 43 હજાર રૂપિયા કાર્યકારી મૂડી તરીકે ખર્ચવામાં આવશે.
કમાણી
પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર, પ્રોજેક્ટ શરૂ કર્યા પછી, તમારે કાચો માલ લેવો પડશે. તેની કિંમત લગભગ 6 લાખ રૂપિયા થશે. આ સિવાય તમારે 50 હજાર રૂપિયા ખર્ચવા પડશે. જેથી તમે લગભગ 1000 ક્વિન્ટલ પોહાનું ઉત્પાદન કરી કરશો. જેના પર ઉત્પાદન ખર્ચ 8.60 લાખ રૂપિયા આવશે. તમે લગભગ 10 લાખ રૂપિયામાં 1000 ક્વિન્ટલ પોહા વેચી શકો છો. એટલે કે, તમે લગભગ 1.40 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.
લોન
KVIC રિપોર્ટ અનુસાર, જો તમે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરો છો અને ગ્રામોદ્યોગ રોજગાર યોજના હેઠળ લોન માટે અરજી કરો છો, તો તમને લગભગ 90 ટકા લોન મળી શકે છે. ગ્રામ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે KVIC દ્વારા દર વર્ષે લોન આપવામાં આવે છે. તમે પણ આનો લાભ લઈ શકો છો.