જો તમારું પેન્શન આવે છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. નવેમ્બર મહિનો પૂરો થાય તે પહેલા તમારે 3 કામ પૂર્ણ કરવા પડશે, જો તમે આ નહી કરો તો તમારું પેન્શન પણ બંધ થઈ શકે છે. પેન્શનરોએ 30 નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવું પડશે. આ સિવાય આવા 2 કામ છે, જે તમારે 30 નવેમ્બર પહેલા પૂર્ણ કરવાના છે. આવો જાણીએ તમારે મહિનાના અંત સુધીમાં કયા કાર્યો પહેલા પૂર્ણ કરવાના છે.
આ કામ 30 નવેમ્બર પહેલા કરી લો: જો તમારું પેન્શન આવે છે, તો તમારે 30 નવેમ્બર પહેલા તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. જો લાઇફ સર્ટિફિકેટ જમાં નહિ કરો તો તમારું પેન્શન બંધ થઈ શકે છે. આ સિવાય, જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો LIC હાઉસિંગ ફાઇનાન્સની વિશેષ હોમ લોન આ મહિને સમાપ્ત થઈ રહી છે, તમે તેને પણ જોઈ શકો છો.
પેન્શનરોએ તેમનું પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે 30 નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે. આ જીવન પ્રમાણપત્ર એ સાબિતી છે કે પેન્શનર જીવિત છે. જો તમે લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરો તો તમારું પેન્શન બંધ થઈ શકે છે.
આ પણ વાંચો: આજની 5 મોટી અપડેટ: વેક્સિન લેનારને ઇનામ, 15 હજાર લોન, PM આવાસ યોજના, હવામાન વિભાગ આગાહી વગેરે
LIC હાઉસિંગ ફાઇનાન્સમાં હોમ લોન માટે અરજી કરો: LIC હાઉસિંગ ફાઇનાન્સે રૂ. 2 કરોડ સુધીની હોમ લોન માટે હોમ લોનનો દર ઘટાડીને 6.66 ટકા કર્યો છે. આ ઑફર માત્ર 30 નવેમ્બર સુધી જ માન્ય છે અને માત્ર હોમ લોન પર જ લાગુ થશે. આ પછી કંપની વ્યાજ દરમાં વધારો કરી શકે છે.
જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન: જવાહર નવોદય વિદ્યાલયના ધોરણ 9માં પ્રવેશ માટે 30 એપ્રિલ 2022ના રોજ યોજાનારી પસંદગી કસોટી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. આ તારીખ સુધી, તમે નવોદય વિદ્યાલય સમિતિની ઓફીશીયલ વેબસાઈટ navodaya.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.
આ પણ વાંચો: ચાંદીમાં આજે ભારે ઘટાડો થયો : આજે ચાંદીમાં 1500 રૂપિયાનો જોરદાર ઘટાડો થયો, જાણો લેટેસ્ટ ભાવ
આ પણ વાંચો: જાણો આજની મહત્વની અપડેટ ટુંકમાં: સહકારી મંડળીઓને ચેતવણી, ખેડૂત સમાચાર વગેરે માહીતી એક ક્લીકમાં