તમારી પાસે છે આવી પાંચ રૂપિયાની નોટ ? તો તમે બની શકો છો લખપતિ, જાણો કેવી રીતે ?

તમારી પાસે છે આવી પાંચ રૂપિયાની નોટ ? તો તમે બની શકો છો લખપતિ, જાણો કેવી રીતે ?

ઘણા બધા લોકો પૈસા કમાવા અવનવા શોર્ટકટ અપનાવતા હોય છે કે કેવીરીતે તેને એકદમ પૈસા મળી જાય. વધારે અને મહેનત વગર પૈસા કમાવા લોટરી ટિકિટ લેતા હોય છે તો ક્યાંક પૈસા રોકીને ડબલ કરવાનું વિચારતા હોય છે. એવામાં અમે આજે તમને એક એવી રીત જણાવી રહ્યાં છીએ જેમાં તમારે કંઈ કરવું નહીં પડે પણ તમારી પાસે પાંચ રૂપિયાની જૂની ખાસ પ્રકારની નોટ હોવી જોઈએ.

 

દુનિયામાં ઘણા એવા લોકો છે જેને અવનવા શોખ હોય છે. જેમાં જૂની વસ્તુઓ સાચવી રાખવાનો શોખ પણ અમુક લોકો ને હોય છે. તો આજે એવા શોખ વાળા વ્યક્તિ ને લખપતિ બનવાનો મોકો મળ્યો છે.

 

આ તે વળી કેવી નોટ ?

 

જી હા મિત્રો, ૫ રૂપિયાની જૂની નોટો આજે કોઈ દુકાનમાં રાખતું પણ નથી હોતું પણ આજે એજ પાંચ રૂપિયાની નોટ તમને લખપતિ બનાવી શકે છે. આ માટે તમારી પાસે એક ખાસ પ્રકારની પાંચ રૂપિયાની નોટ હોવી જરૂરી છે. જેમાં નોટ ઉપર ૭૮૬ જેવી ખાસ પ્રકારની સંખ્યા અથવા કોઈ જુના ચિત્ર હોય તો તે તમને લખપતિ પણ બનાવી શકે છે. 

 

આ પાંચ રૂપિયાની નોટની આટલી બધી કિંમત કેમ ?

 

મિત્રો, ઘણા લોકો છે જે આવી જૂની વસ્તુઓ ભેગી કરવાના શોખીન હોય છે અમે આવી ખાસ પ્રકારની નોટ અને સિક્કાઓ લેવા માટે ઘણાં પૈસા આપવા તૈયાર છે. જોકે આવા જુના સિક્કાઓ અને નોટો ઘણી વેબસાઈટ પર તમે મૂકી શકો છો અને તમારી નક્કી કરેલી કિમંત મૂકી શકો છો કે તમે કેટલામાં વેચવા માંગો છો જેથી જે તે ગ્રાહક તમને કોન્ટેક્ટ કરી ખરીદી શકે છે.

 

આ નોટને તમે કેવી રીતે વહેંચી શકશો ?

 

આ નોટને ઓનલાઇન વેબસાઇટ પરથી વહેંચી શકાય છે. તેના માટે ઇબે, ઇન્ડિયન ઓલ્ડ સિક્કા તેમજ ઇન્ડિયામાંર્ટ જેવી વેબસાઇટ પર જઈ એકાઉન્ટ બનાવી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં તમારે મોબાઈલ નંબર આપવાનો રહેશે જેથી લોકો તમને કોન્ટેકટ કરી શકે. ત્યારબાદ તમારી પાસે રહેલી જૂની નોટો અથવા સિકાકાઓનો ફોટો પાડી અપલોડ કરવાનો રહેશે અને પછી તેને સેલ માટે મૂકી દો. અહીં તમે આ સિકકાને ઓક્શનમાં વેંચી ૧૦ લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. આ ઉપરાંત બોલી લગાવતા સમયે તમે મોલભાવ પણ કરી શકો છો.