khissu

દુનિયાનું સૌથી મોંઘુ પાણી પીવે છે નીતા અંબાણી, 750ml પાણીની કિંમત જાણીને તમારી આંખો પહોળી થઇ જશે...

 મિત્રો, દરેક વ્યક્તિ જાણે જ છે કે મુકેશ અંબાણીનો પરિવાર કેવું જીવન જીવે છે, મુકેશ અંબાણીના ઘરથી લઈને કાર કલેક્શન સુધી, મોંઘા કપડાં અને તેના ઘરના લગ્નોની  ચર્ચાઓ થતી આવી છે. પરંતુ અંબાણીની જીવનશૈલીના કિસ્સામાં સૌથી વધુ ચર્ચા થાય છે મુકેશની પત્ની નીતા અંબાણીની. જેમાં કરોડો રૂપિયાની સાડીઓ, લાખો રૂપિયાની ચા, મોંઘા સેન્ડલ વગેરેની વાત થતી હોય છે. પણ તમને કદાચ ખબર નહીં હોય કે નીતા અંબાણી કયું પાણી પીવે છે?

નીતા અંબાણી વિશ્વનું સૌથી મોંઘુ પાણી પીવે છે. લોકો પાણીની કિંમત અને વિશેષતા વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા છે, તો ચાલો જાણીએ નીતા અંબાણી પોતાને ફિટ અને ફ્રેશ રાખવા માટે કયું પાણી પીવે છે.

નીતા અંબાણી જે પાણી પીવે છે એ 750ml પાણીની કિંમત 60 હજાર ડોલર છે, જે ભારતીય રૂપિયામાં કનવર્ટ થાય તો 42 લાખ રૂપિયાથી વધુ થાય છે.

આ પાણીનું નામ એક્વા ડી ક્રિસ્ટાલો "ટ્રિબ્યુટો" છે જે એક વિદેશી પાણી છે, તમે વિચારતા હશો કે આ પાણીમાં એવું શું છે જે આટલું મોંઘુ છે. આ બોટલ શુદ્ધ સોનાની બનેલી છે અને તેના પાણીમાં 5 ગ્રામ સોનું મિશ્રિત છે જે માનવ શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને તેથી જ આ પાણી એટલું મોંઘુ છે. હવે તમે સમજી ગયા હશો કે નીતા અંબાણી આટલું મોંઘુ પાણી શા માટે પીવે છે ?

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.