કપાસનાં ભાવમાં ઘટાડો જાણો શું રહ્યા ભાવ, જાણો આજનાં (08/12/2022) કપાસના ભાવ

કપાસનાં ભાવમાં ઘટાડો જાણો શું રહ્યા ભાવ, જાણો આજનાં (08/12/2022) કપાસના ભાવ

કપાસનાં ભાવ આજે ઘટતા અટક્યા હતા અને ટૂંકી રેન્જમાં અથડાય રહ્યાં છે. આગામી દિવસોમાં કપાસની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. સૌરાષ્ટ્રમાં મુખ્ય સેન્ટરોમાં કપાસની આવકો બે લાખ મણ આસપાસ જ થાય છે, જેમાં વધારો થઈને અઢીથી ત્રણ લાખ મણ થાય તો જ બજારને રાહત મળે તેમ છે.

આ પણ વાંચો: 399 દિવસની ડિપોઝીટ પર 7.50% વ્યાજ, જાણો કંઈ બેંક આપશે આટલું વ્યાજ

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને ૧૫ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૭૦૦થી ૧૭૫૦નાં હતાં.કડીમાં મહારાષ્ટ્રની ૨૫ ગાડી અને કાઠીયાવાડની ૭૦થી ૮૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૭૦૦થી ૧૭૫૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૭૪૦થી ૧૭૬૫નાં હતાં

કપાસના બજાર ભાવ (07/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ16901760
અમંરેલી11001766
સાવરકુંડલા16001750
જસદણ16701750
બોટાદ16501823
મહુવા16331710
ગોંડલ17011756
કાલાવડ17001783
જામજોધપુર14501766
ભાવનગર15001756
જામનગર14501785
જેતપુર12001761
વાંકાનેર15701779
મોરબી16501766
રાજુલા16251765
હળવદ15001792
વિસાવદર16651761
તળાજા14001736
બગસરા15201773
જુનાગઢ16001752
ઉપલેટા16501745
માણાવદર17301800
ધોરાજી16861761
વિછીયા15501750
ભેસાણ15001766
ધારી16001771
લાલપુર15871780
ખંભાળિયા16901771
ધ્રોલ15961780
પાલીતાણા15301720
સાયલા17001825
હારીજ16501765
ધનસૂરા10001050
વિસનગર15501760
વિજાપુર15501767
કુંકરવાડા16801725
ગોજારીયા16501720
હિંમતનગર15501742
માણસા15001727
કડી16311777
મોડાસા16501651
પાટણ16501745
થરા16321728
તલોદ16661738
સિધ્ધપુર16401760
ડોળાસા16801770
દીયોદર16501720
બેચરાજી16601745
ગઢડા17011767
ઢસા17051765
કપડવંજ15251550
ધંધુકા17411779
વીરમગામ16001742
ચાણસ્મા16351718
ભીલડી16251685
ખેડબ્રહ્મા16251680
ઉનાવા16111753
િશહોરી16701735
લાખાણી15211740
ઇકબાલગઢ15901675
ડીસા16501651