નમસ્કાર મારા વહાલાં ખેડૂત ભાઈઓ,
ગુજરામાં મહુવા, અમરેલી, સુરત, મોરબી, જેતપુર, દાહોદ, ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ, ડુંગળી નાં વેચાણ માટે પ્રખ્યાત છે જે યાર્ડમાં હાલ ડુંગળી ની આવક માં પુષ્કળ વધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં ડુંગળી નાં વેંચાણ માટે મુખ્ય બે માર્કેટ યાર્ડો મહુવા અને ગોંડલ અત્યારે ટોચ પર રહેલા છે. જેમાં ડુંગળીના સારા ભાવ દેખાતાં જ ખેડૂતોએ ડુંગળી નો સીધો નિકાસ માર્કેટ યાર્ડમાં ચાલુ કરી દિધો છે. માર્કેટ યાર્ડ માં ડુંગળી ની પુષ્કળ આવક શરૂ થતાં ડુંગળી ના ભાવ માં ઘટાડો થયો હતો. જ્યારે મહુવા માર્કેટ યાર્ડ તરફથી સૂચનાઓ ન મળે ત્યાં સુધી નવી આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સફેદ ડુંગળી કરતા લાલ ડુંગળી ની આવક માં વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે મહુવામાં લાલ ડુંગળી ની આવક ૧.૮૫ લાખ ગુણી થતા ૧૬૫ થી ૫૦૧ ભાવ રહ્યાં હતા. ભાવમાં પ્રતિ મણેે ૨૫ થી ૫૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
આવતા અઠવાડિયે ડુંગળી ની આવક હજી વધશે તેવી આશા છે. બજારમાં હજુ પણ જે ભાવ છે તે કરતાં પ્રતિ મણે ૫૦ થી ઓછો ભાવ મળે તેવી સંભાવના રહેલી છે.
૨૭/૦૧/૨૦૨૧, બુધવાર નાં રોજ કેટલી આવક? કેટલો નીચો ભાવ? કેટલો ઊંચો ભાવ?
૧) લાલ ડુંગળી :
રાજકોટ :- આવક ૧૪૦૦૦ નીચો ભાવ ૨૬૦ ઊંચો ભાવ ૪૦૦
મહુવા :- આવક ૧૮૪૮૦૦ નીચો ભાવ ૧૬૫ થી ઉંચો ભાવ ૫૦૧
ગોંડલ :- આવક ૨૨૧૨૮ નીચો ભાવ ૧૦૧ થી ઉંચો ભાવ ૪૯૧
અમરેલી :- આવક ૨૦ નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૩૫૦
જેતપુર :- આવક ૨૩૮૨ નીચો ભાવ ૧૪૬ થી ઉંચો ભાવ ૪૨૬
પાલીતાણા :- આવક ૩૭ નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૫૨૦
દાહોદ :- આવક ૦ નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૬૦
વિસાવદર :- આવક ૧૧૩ નીચો ભાવ ૧૪૧ થી ઉંચો ભાવ ૩૩૯
વડોદરા :- આવક ૦ નીચો ભાવ ૩૦૦ થી ઉંચો ભાવ ૫૬૦
અમદાવાદ :- આવક ૦ નીચો ભાવ ૨૦૦ થી ઉંચો ભાવ ૫૦૦
મોરબી :- આવક ૪૦ નીચો ભાવ ૧૦૦ થી ઉંચો ભાવ ૪૦૦
સુરત :- આવક ૦ નીચો ભાવ ૨૮૦ થી ઉંચો ભાવ ૬૫૦
૨) સફેદ ડુંગળી
ગોંડલ :- આવક ૮૪૬૪ નીચો ભાવ ૭૦ થી ઉંચો ભાવ ૧૭૧
મહુવા :- આવક ૭૯૫૦૮ નીચો ભાવ ૧૫૦ થી ઉંચો ભાવ ૩૮૦
છેલ્લા કેટલાક દિવસોથી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવકમાં જંગી વધારો જોવા મળ્યો છે. જેમને કારણે સરેરાશ ભાવમાં પ્રતિ મણે ૨૫ થી ૫૦ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે આવનાર દસ દિવસની અંદર હજી પણ આવક માં વધારો થાય તેવી ફુલ શક્યતાઓ રહેલી છે જેને કારણે ફરી પ્રતિ મણે ૫૦ થી ૬૦ રૂપિયાનો ઘટાડો થાય તેવી શક્યતાઓ રહેલી છે.
એક સર્વે મુજબ ફેબ્રુઆરી મહિનામાં ડુંગળીના ભાવ ની અંદર ઘટાડો જોવા મળશે, જ્યારે હાલમાં સારી ગુણવત્તાવાળી ડુંગળીના ભાવ સારા મળી રહ્યા છે. જેથી તેનું વેચાણ કરવામાં ફાયદો છે.
આવનાર દિવસ માં ડુંગળીના ભાવને લઈ એક સર્વે અમે Khissu Aplication પર અપલોડ કરીશું માટે Khissu Application download કરી રાખજો.
- આભાર