ડુંગળીમાં હાલ ખેડૂતો અને વેપારીઓ બંને મુંઝવમણાં છે કે ભાવ કેટલા વધી શકે છે? ડુંગળીમાં રૂ.100 થી 150 રૂપિયાની વધઘટ જોવા મળી રહી છે અને સરેરાશ બજારમાં હાલ હરરાજી ઓછી છે. ગુજરાતમાં ડુંગળીનો પાક સ્ટોરેજમાં અને ખેતરમાં એમ બંને બગડ્યો છે એવી જ સ્થિતિ નાશીકમાં પણ છે. વેરહાઉશમાં પડેલી ડુંગળીમાં મોટા પાયે બગાડ છે, જેને પગલે હાલ સારી ક્વોલિટીની ડુંગળીની આવકો ખાસ થતી નથી.
નાશીકમાં ડુંગળીનાં ભાવ 20 કિલોનાં વધીને રૂ.800 સુધી બોલાય રહ્યાં છે, જ્યારે ગુજરાતમાં ભાવ હજી પણ રૂ.500થી 600 રૂપિયા વચ્ચે આવી રહ્યાં છે. વેપારીઓ કહે છે ગુજરાતમાં સારી ક્વોલિટીની ડુંગળીની આવકો હજી બહુ ઓછી છે, પરિણામે ઊંચાનાં ભાવ સરેરાશ નીચા બોલાય રહ્યા છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં સરેરાશ લેવાલી સારી રહેશે તો ભાવ હજી પણ મજબૂત રહી શકે છે.
ડુંગળીના ભાવમાં મણે રૂ.50થી લઈને 200 સુધીની તેજી આવી શકે છે. ગુજરાતમાં ડુંગળીનાં ભાવ એક વાર રૂ.700થી 800ની સપાટી પર આવે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
ડુંગળીના ભાવમાં અચાનક વધારો થવાનું કારણ: હાલ બજારમાં નવી ડુંગળી ઉપલબ્ધ નથી. મહારાષ્ટ્રની જૂની ડુંગળીની દેશભરમાં સૌથી વધુ માંગ છે. નાસિકમાં મુશળધાર વરસાદને કારણે ડુંગળીના નવા પાકને ઘણું નુકસાન થયું છે. ઉંચી માંગ અને ઓછા પુરવઠાને કારણે આગામી કેટલાક દિવસો માટે ડુંગળી સસ્તી થવાની આશા નહિવત છે.