Top Stories
khissu

આગોતરું એંધાણ / 12 થી 25 જૂન સુધી માં ક્યાં ભારે વરસાદ, નવી સિસ્ટમ બનશે, કેટલી અસરકર્તા?

નમસ્કાર ભાઈઓ,
છેલ્લાં કેટલાંક દિવસોથી અમે વરસાદ નું અનુમાન આપી રહ્યા છીએ તેવી જ રીતે આજે 12 તારીખ થી 25 તારીખ સુધીનું અનુમાન જણાવશુ. 

9 જૂન થી દક્ષિણ અરબી સમુદ્રમાં એક ટ્રફ સર્જાયેલ હતો જેમના કારણે દક્ષિણ ભારત ના રાજ્યોમાં (કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં) ઝડપથી ચોમાસું આગળ વધ્યું હતું અને ત્યારબાદ છેલ્લે ગુજરાતનાં પણ હવામાન વિભાગ ની આગાહી કરતાં 6 દિવસ વહેલાં ચોમાસું પહોંચી ગયુ હતું. અને આજે (11 જૂન) દીવ સુધી ચોમાસાની લાઈન પહોંચી ચૂકી છે એટલે કે દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્રમ માં ચોમાસું પહોંચી ચૂક્યું છે. આવનાર દિવસોમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ ચાલુ થાય તેવી શક્યતા છે.

હવે 12 થી 17 જૂન સુધી વરસાદ આગાહી?
ગુજરાતનાં દક્ષિણ ભાગમાં અમુક સ્થળો પર ભારે તો અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ઉત્તર ગુજરાત - કચ્છ, સૌરાષ્ટ્ર ના પેટા વિભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એટલે કે નોર્મલ વરસાદ પડી શકે છે. ( અરબી સમુદ્રમાં જે મોટો ટ્રફ બન્યો હતો જેમની અસર હવે મોટી નથી રહી માટે સામાન્ય હળવો વરસાદ પડશે ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી હવે ખાસ વિસ્તારોમાં જણાતી નથી - અમુક વિસ્તારો ને છોડતાં)

હવે 18 થી 25 જૂન દરમિયાન વરસાદની આગાહી?
દક્ષિણ - ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય થી હળવા વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર ના પેટા જીલ્લામાં સામાન્ય વરસાદ ની સંભાવના છે એટલે કે બીજા સપ્તાહ માં પણ નોર્મલ વરસાદ જ ગુજરાતનાં ભાગોમાં જોવા મળશે. પહેલા સાપ્તાહ કરતાં બીજા સપ્તાહ માં વરસાદ જોર ઘટે તેવી શક્યતા છે. 

નોંધ- જો અરબી સમુદ્રમાં કે ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ બનશે તો વધારે વરસાદની સંભાવના રાખવી બાકી નોર્મલ અને સામાન્ય વરસાદ જ જોવા મળશે.

હિંદ મહાસાગરમાં સાઈકલોનિક સિસ્ટમ (ડિપ્રેશન) બનવાની સંભાવના:  આવનાર 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં નીચા દબાણ સાથે ડિપ્રેશન બનવાની શકયતા છે, ડિપ્રેશન ત્યાં મજબૂત બનશે અને ઓડિશા - ઉત્તર પશ્વિમ તરફ આગળ વધવાની શકયતા છે જેથી ત્યાં ચોમાસાને વધારે વેગ મળશે અને ત્યાં ભારે વરસાદ પણ જોવા મળશે, જોકે ગુજરાતને વધારે અસરકર્તા નથી.

નોંધ - ઉપર જણાવેલ Wether Analysis નું આગોતરું અનુમાન છે વધારે હવામાનની વિશેષ માહીતી માટે imd પર નિર્ભર રહેવુ

આગળ કરેલ 9 થી 15 સુધી વરસાદની આગાહી ઉપર નજર કરીએ: 
સૌરાષ્ટ્રમાં આગાહી: તારીખ ૯ થી ૧૫ દરમિયાન છુંટાછવાયા વિસ્તારો માં પ્રિ-મોન્સુન એક્ટીવિટી ના ભાગરૂપે વરસાદ વરસતો રહે તેવી શક્યતા છે. ખાસ કરીને ૧૦ તારીખ થી દરીયાકાંઠા ના વિસ્તારો માં ઝાપટાઓ નુ પ્રમાણ વધશે. તેમજ આગાહી નાં સમય દરમિયાન અસહ્ય બફારા નો સામનો કરવો પડશે.

કચ્છ, ઉત્તર, મધ્ય ગુજરાત માં આગાહી: ૯ થી ૧૫ સુધી છુંટાછવાયા વિસ્તારો માં પ્રિ-મોન્સુન એક્ટીવિટી ના ભાગરુપે ખાસ કરીને બપોરબાદ કોઇ-કોઇ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તેમજ આગાહી નાં સમય દરમિયાન ગરમી વધારે જોવા મળી શકે છે.

દક્ષીણ ગુજરાતમાં આગાહી: ૯ થી ૧૫ તારીખ દરમિયાન ખાસ કરીને આગાહી ના પાછળ ના દિવસો માં ૨૫-૩૦% વિસ્તારો માં ઝાપટા થી માંડીને હળવો મધ્યમ વરસાદ પડશે તેમજ આગાહી દરમિયાન ચોમાસા નો વિધીવત પ્રારંભ થઇ જશે.

પૂર્વ ગુજરાત માં આગાહી: ૯ થી ૧૫ દરમિયાન ખાસ કરીને આગાહીના પાછળ ના દીવસો મા કોઇ-કોઇ જગ્યાએ હળવો થી મધ્યમ વરસાદ પડશે, ખાસ કરીને મધ્યપ્રદેશ ના બોર્ડર વિસ્તાર મા વધુ શક્યતા ગણવી અને આગાહી નાં સમયમા વાતાવરણ માં અસહ્ય ઉકળાટ અનુભવાશે.

દોસ્તો, હવામાન વિભાગની આગાહી તેમજ ગુજરાતમાં વરસાદના આગમન કે પછી કોઈપણ હલચલ વિશેના સમાચાર જાણતાં રહેવા અમારી khissu ની એપ્લિકેશનને પ્લે સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરી લો.