કોરોના મહામારીએ ઘણાના બિઝનેસમાં અસર કરી છે, ઘણા શિક્ષિત લોકો નોકરી ગુમાવતા ખેતી તરફ વળ્યા છે. હવે ખેતીમાં શિક્ષિત લોકોની ભાગીદારી વધી રહી છે. તેથી જ જો તમે પણ ખેતી દ્વારા મોટી કમાણી કરવા ઈચ્છે છો, તો આજે અમે તમને એક એવી ખેતી વિશે જણાવીશું જેના દ્વારા તમે સારી કમાણી કરી શકો છો. કારણ કે આ ખેતીની ડિમાન્ડ આખા વર્ષ દરમિયાન રહે છે. આ ખેતી છે જીરાની. આમ જોઈએ તો જીરું ભારતના તમામ રસોડામાં જોવા મળે છે. પરંતુ તમે નહીં જાણતા હોય જીરામાં ઘણા ઔષધીય ગુણો પણ હોય છે, જેના કારણે તેની માંગ વધારે છે.
જાણો કેવી રીતે જીરાની ખેતી કરવી
તમને જણાવી દઈએ કે, જીરાની ખેતી માટે રેતાળ દોમટ અને ચીકણી જમીન વધુ સારી માનવામાં આવે છે. આવી જમીનમાં જીરાની ખેતી ઉત્તમ રીતે થાય છે. હવે તમારે વાવણી પહેલાં ખેતરની તૈયારી યોગ્ય રીતે કરી લેવી જરૂરી છે. આ માટે તમારે ખેતરને સારી રીતે ખેડવું જોઈએ. જે ખેતરમાં જીરું વાવવાનું હોય તે ખેતરમાંથી વધારાનું ઘાસ દૂર કરવુ જોઈએ.
જીરુંની સારી જાતો
જો આપણે જીરાની સારી જાતો વિશે વાત કરીએ તો ત્રણ જાતોના નામ મુખ્ય છે. જેમા RZ 19 અને 209, RZ 223 અને GC 1-2-3ને સારામાં સારી જાતો માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ જાતોના બીજ 120-125 દિવસમાં પાકી જાય છે. આ જાતોની સરેરાશ ઉપજ 510 થી 530 કિગ્રા પ્રતિ હેક્ટર આવે છે. તેથી, આ જાતોની ખેતી કરીને સારી આવક મેળવી શકાય છે.
જીરાની ખેતીથી આવક
નોંધનિય છે કે, દેશના 80 ટકાથી વધુ જીરું ગુજરાત અને રાજસ્થાનમાં ઉગાડવામાં આવે છે. તમને જણાવી દઈએ કે દેશના કુલ ઉત્પાદના કુલ ઉત્પાદનનો 28 ટકા હિસ્સો માત્ર રાજસ્થાનનો છે. હવે કમાણીની વાત કરીએ તો જીરાની સરેરાશ ઉપજ પ્રતિ હેક્ટર 7-8 ક્વિન્ટલ બીજ બની જાય છે. જીરાની ખેતીમાં હેક્ટર દીઠ આશરે રૂ. 30,000 થી 35,000નો ખર્ચ આવે છે. જો જીરાના ભાવને પ્રતિ કિલો 100 રૂપિયા લેવામાં આવે તો હેક્ટર દીઠ 40000 થી 45000 રૂપિયાનો ચોખ્ખો નફો ખેડૂતો મેળવી શકે છે. આવી સ્થિતિમાં 5 એકરમાં જીરૂની ખેતી કરવામાં આવે તો 2 થી 2.25 લાખ રૂપિયાની આવક સરળતાથી થઈ શકે છે.