Top Stories
સાવધાન: લો-પ્રેસરને લઈને આવ્યો મોટો મતભેદ, તો પડશે અતિભારે વરસાદ...

સાવધાન: લો-પ્રેસરને લઈને આવ્યો મોટો મતભેદ, તો પડશે અતિભારે વરસાદ...

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બની ત્યાર પછી તેમના ટ્રેકને લઈને ઘણા બધા મતાંતરો જોવા મળ્યા છે. જોકે છેલ્લે જી.એફ.એસ અને યુરોપિયન મોડલના ટ્રેક-1 થયા છે પરંતુ વરસાદની આગાહીમાં ઘણો બધો ફેરફાર જોવા મળી રહ્યો છે. જાણીએ કે શું હાલ માં ફેરફાર છે? કયા મોડલ મુજબ કયા જિલ્લામાં અતિભારે વરસાદ જોવા મળશે?

લો-પ્રેશરની હાલની સ્થિતિ?
લો-પ્રેશર હાલમાં ગુજરાત પર આવી ચુક્યું છે. લો-પ્રેશરના લોકેશનની વાત કરીએ તો દક્ષિણ-પૂર્વ ગુજરાતની ઉપર લો-પ્રેશર બનેલું છે. જે ધીમે-ધીમે પશ્ચિમ સૌરાષ્ટ્ર-કચ્છ અને અરબી સમુદ્ર તરફ આગળ ગતિ કરશે. આ લો-પ્રેશર સિસ્ટમને કારણે મધ્ય સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો વરસાદ જોવા મળશે.

ગઇરાત્રે લો-પ્રેશર સિસ્ટમ દક્ષિણ ગુજરાત પર પહોંચી ગઈ હતી અને ત્યારથી જ દક્ષિણ ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉમરગામમાં 16 ઇંચ, વાપીમાં 8 ઇંચ, માંગરોળમાં 8 ઈંચ, તાલાળામાં 6 ઇંચ, ઊનામાં ૫ ઇંચ અને વિસાવદરમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે મધ્ય-પૂર્વ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી વરસાદ ચાલુ છે. છેલ્લી રાત્રી દરમિયાન સૌરાષ્ટ્રના જૂનાગઢના માંગરોળમાં 169mm વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદ માટે શું કહે છે G.F.S અને યુરોપિયન મોડેલ?
જ્યારથી લો-પ્રેશર સક્રિય બન્યું છે ત્યારથી બંને મોડલો અલગ-અલગ માહિતી જણાવી રહ્યા છે. જોકે હાલમાં તેમનો ટ્રેક છે એમાં ઝાઝો ફેરફાર રહ્યો નથી પરંતુ વરસાદ પડવાની છે આગાહી છે તેમાં વધારે તફાવત જણાવી રહ્યા છે.

GFS મોડેલ: gfs મોડેલ સિસ્ટમની તીવ્રતા યુરોપિયન મોડલ કરતા ઓછી જણાવે છે. જ્યારે વરસાદની માત્રામાં પણ થોડો ઘટાડો બતાવે છે.

યુરોપીય (ecmwf model) મોડેલ: યુરોપિયન મોડલ લો-પ્રેશર સિસ્ટમને 3 તારીખે દ્વારકાના દરિયા કિનારે (અરબી સમુદ્રમાં) ડિપ્રેશનના ભાગરૂપે બતાવી રહ્યું છે. યુરોપિયન મોડલ GFS મોડેલ કરતા તીવ્ર વરસાદ આપશે તેવું જણાવી રહ્યું છે. જો વરસાદ યુરોપિયન મોડલને ફોલો કરશો તો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

બંને મોડેલો મુજબ ગુજરાતમાં સારા વરસાદના સંજોગો તો જણાવી જ રહ્યા છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. આજે અને આવતીકાલે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં આજથી ઘટાડો નોંધાઈ શકે છે.