Top Stories
આ શેરે રોકાણકારોને માત્ર 9 મહિનામાં કરોડપતિ બનાવી દીધા

આ શેરે રોકાણકારોને માત્ર 9 મહિનામાં કરોડપતિ બનાવી દીધા

કોરોના મહામારીમા ઘણી કંપનીઓએ સારૂ રિટર્ન આપ્યું છે.  છેલ્લા બે વર્ષમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE SME એ સારી સંખ્યામાં મલ્ટિબેગર સ્ટોક આપ્યા છે. આમાંથી કેટલાક શેરોએ 5000 ટકા સુધીનું વળતર આપ્યું છે. આવા જ એક નવા લિસ્ટેડ સ્ટોકે 7મી એપ્રિલ, 2021ના રોજ BSE SME એક્સચેન્જમાં તેની શરૂઆત કરી હતી. રૂ. 147 થી વધીને રૂ. 9,928 થયો તેમાની એક છે એનર્જી સર્વિસ લિમિટેડ EKI એનર્જી લિમિટેડ દસ વર્ષ પહેલાં 2011માં લિસ્ટેડ થઈ હતી, EKI Energy Services  ભારતમાં કાર્બન ક્રેડિટ ઉદ્યોગમાં બિઝેનેસ કરે  છે. કંપની ક્લાઈમેટ ચેન્જ એડવાઈઝરી, કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ, બિઝનેસ એક્સેલન્સ એડવાઈઝરી અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટમાં સેવાઓ પૂરી પાડે છે. BSE SME મલ્ટિબેગર સ્ટોક તેના લિસ્ટિંગ પછીના 9 મહિનામાં રૂ. 147 થી વધીને રૂ. 9,928 થયો છે અને તેણે આ સમયગાળામાં તેના શેરધારકોને લગભગ 5,750 ટકા વળતર આપ્યું છે અને તે સ્ટોક છે

સ્ટોક અંદાજે 40 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો: નોંધનિય છે કે, EKI એનર્જી સર્વિસિસ લિમિટેડનો સ્ટોક હાલમાં 5 ટકાના ઉછાળા સાથે રૂ. 9,928 પર ટ્રેડ થઈ રહ્યો છે. હવે તમે સારી રીતે એ અંદાજ લગાવી શકો છો કે આ સ્ટોક એક વર્ષમાં કેટલું વળતર આપ્યું હશે.
તમને જણાવી દઈએ કે, Eki Energy Services Limitedનો સ્ટોકને માર્ચ 2021 માં બિડિંગ માટે રૂ. 100 થી 102 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે ઓફર કરવામાં આવી હતી. IPOના એક લોટમાં 1200 કંપનીના શેરનો સમાવેશ થતો હતો. એટલે કે, રોકાણકારે આ શેરમાં ઓછામાં ઓછા રૂ. 1,22,400નું રોકાણ કરવાનું હતું. 
આ IPO 7 એપ્રિલના રોજ સ્ટોક એક્સચેન્જમાં રૂ. 140માં લિસ્ટ થયો હતો. આ ઉપરાંત તે સ્ટોક અંદાજે 40 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. લિસ્ટિંગ પછી, SME સ્ટોક ઉપર ગયો અને પ્રતિ સ્તર રૂ. 147 પર બંધ થયો.

EKI એનર્જી સર્વિસીસ સ્ટોકનો ઇતિહાસ: આ મલ્ટિબેગર સ્ટોક છેલ્લા એક સપ્તાહમાં 22.50 ટકા સુધી વધ્યો છે, જેણે સતત પાંચ સત્રોમાં 5 ટકાની ઉપલી સર્કિટ ફટકારી છે. છેલ્લા એક મહિનામાં BSE SME સ્ટોક આશરે રૂ. 5,480 થી વધીને રૂ. 9928 પ્રતિ શેર સ્તરે પહોંચી ગયો છે, જે આ સમયગાળામાં આશરે 80 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. તો બીજી તરફ છેલ્લા 6 મહિનામાં તે લગભગ રૂ. 9,928 વધ્યો છે અને તેના શેરધારકોને આશરે 1350 ટકા વળતર આપ્યું છે. આ સ્ટોક એક વર્ષથી ઓછા સમયમાં રૂ. 102 થી વધીને રૂ. 9928 થયો છે.

રૂ. 1 લાખ આજે રૂ. 67.50 લાખ થઈ ગયા હોત: નોંધનિય છે કે, જો કોઈ રોકાણકારે આ મલ્ટીબેગર સ્ટોકમાં એક અઠવાડિયા પહેલા રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેના રૂ. 1 લાખ રૂ. 1.22 લાખ બની ગયા હોત. તો બીજ તરફ જો એક મહિના પહેલા રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તે રૂ. 1.80 લાખ અને 6 મહિના પહેલા કરાયેલું રોકાણ આજે રૂ. 14.50 લાખ થઈ ગયું હોત. આ ઉપરાંત જો કોઈ રોકાણકાર એલોટમેન્ટ દરમિયાન EKI એનર્જી શેર મેળવવાનું ચૂકી ગયો હોય અને લિસ્ટિંગની તારીખે 147ના લેવલ પર આ સ્ટોક ખરીદીને રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તેના રૂ. 1 લાખ આજે રૂ. 67.50 લાખ થઈ ગયા હોત.