હાલ બનેલી એક ઘટના મુજબ અમેરિકામાં રહેતી એક મહિલા ને પ્રથમ પ્રેગનેન્સી દરમિયાન બે જુડવા બાળકો જન્મ્યા જ્યારે તેના ૧૦ કે ૧૧ દિવસ પછી ત્રીજા બાળક ની ડિલિવરી થવાની છે.
જી હા મિત્રો, અમેરિકામાં માં રહેતી આ મહિલા ટિકટોક સ્ટાર છે. આ ફેમસ ટિકટોક સ્ટારે સોશિયલ મીડિયા મારફતે આ ખબર પહોંચાડી છે. જે પોતાના ચાહકોને આ વિશે રોજ અપડેટ આપતી રહે છે.
તેણે જણાવ્યું કે, મારી પ્રથમ ડિલિવરી દરમિયાન બે જુડવા બાળકોનો જન્મ થયો છે અને હવે મારી ત્રીજી ડિલિવરી પણ ૧૦ દિવસમાં થવાની છે. તેણે વધુમાં કહ્યું કે ડોક્ટર તપાસી રહ્યા છે કે આ બાળક હેલ્ધી તો છે ને કેમકે આ ત્રીજું બાળક હતું. બધી તપાસ બાદ ડોકટરે જણાવ્યું છે કે બાળક એકદમ સુરક્ષિત છે.
તેણીએ કહ્યું કે અમે પેરેન્ટ્સ બનવા માંગતા હતા અને અમે એટલા નસીબ વાળા છીએ કે એકસાથે ત્રણ ત્રણ બાળકો અમારી જિંદગી માં આવ્યા. હું અત્યારે નર્વસ છું જોકે ડિલિવરી કરવાની બાકી છે પણ ઘણી ખુશ પણ છું.