Top Stories
આગાહી પડશે ખોટી / ચોમાસું જડપી આગળ વધી રહ્યું છે, અરબી સમુદ્રમાં સિસ્ટમને કારણે વહેલાં તોફાની વરસાદ પડશે.

આગાહી પડશે ખોટી / ચોમાસું જડપી આગળ વધી રહ્યું છે, અરબી સમુદ્રમાં સિસ્ટમને કારણે વહેલાં તોફાની વરસાદ પડશે.

સાવધાન ખેડૂત ભાઈઓ, તૈયાર થઈ જાવ વાવણીના વરસાદ માટે: આવનારા એક અઠવાડિયામાં જ ગુજરાતમાં જોવા મળશે ધોધમાર વાવણી નો વરસાદ. હવામાન વિભાગની આગાહી કરતા તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે ચોમાસુ. ગઈ કાલે ચોમાસું મહારાષ્ટ્ર રાજ્ય અને મુંબઈ નજીક પહોંચી ગયું છે અને હવામાન વિભાગે Official વેબસાઇટ પર જાહેરાત પણ કરી દીધી છે. મિત્રો આપ જાણો છો કે 3 જૂન નાં રોજ કેરળ માં ચોમાસું જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ કેરળ માં વરસાદ 30 મેં થી ચાલુ હતો અને એ ભારે વાવણી લાયક વરસાદ જ હતો. એવી જ રીતે ગુજરાતમાં પણ હવામાન વિભાગ ની આગાહી કરતાં વહેલો વરસાદ ચાલુ થઈ જશે.

આગમી 3 દિવસની સુધી હવામાન વિભાગ દ્વારા નવી આગાહી: હવામાન વિભાગ દ્વારા છેલ્લાં કેટલાંક દિવસોથી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, તેવી જ રીતે ફરીથી ગઈ કાલે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, ભાવનગર અને બોટાદ માં વરસાદ આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર જિલ્લા માં આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદ આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પ્રમાણ વધારે રહી શકે છે. ચોમાસા પહેલા પ્રિ મોન્સૂન એક્ટિવિટી બનતી હોય છે જેમના ભાગ રૂપે હવામાન વિભાગ દ્વારા વરસાદ ફરી વરસાદ આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં મોટી હલચલ: ગુજરાત નીચે આવેલ અરબી સમુદ્રમાં આગામી 10 તારીખ પછી મોટી હલચલ જોવા મળશે. અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમ બની રહી છે, જેમનો ઘેરાવો કેરળ,કર્ણાટક, મહારાષ્ટ્ર - મુંબઈ થી ગુજરાત સુધી હશે જે ચોમાસા નાં પરિબળો ને વધારે તાકાતવાન બનાવશે અને પ્રિ મોન્સૂન એક્ટિવિટી ના ભાગ રૂપે ભારે વરસાદ આપશે. 10 તારીખ પછી પડનાર વરસાદ તોફાની અને વાવણી લાયક હોય શકે છે જેમાં પવન ની ઝડપ પણ જોવા મળી શકે છે જેવી રીતે હાલ જોવા મળી રહી છે.

ચોમાસા પહેલા ગુજરાતમાં જોરદાર બનશે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી?
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ૧૭થી ૨૦ જૂન વચ્ચે ચોમાસુ પહોંચી જશે પરંતુ તે પહેલાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ગુજરાતમાં ચાલુ થઇ જશે. જો કે હાલ ઘણા મોડલો એવું બતાવી રહ્યા છે કે 10 તારીખ પછી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્રમાં તૈયાર થશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે અને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના પરિબળોને કારણે ગુજરાતમાં વહેલો વરસાદ આવી શકે છે. જે વરસાદ 10 તારીખ પછી દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે. હાલ મોડેલ નાં માધ્યમ થી જે વરસાદ જોવા મળી રહ્યો છે તે અમુક વિસ્તારોમાં તોફાની અને અતિ ભારે પણ હોય શકે છે. વાવણી લાયક વરસાદ તો 100% હશે જ. અને હાલ જે પરિબળો સાથે દક્ષિણ ભારતથી ચોમાસું આગળ વધી રહ્યું છે તેવી જ ઝડપે આગળ વધશે તો ગુજરાતમાં વહેલું ચોમાસું પહોંચી જશે.

હવામાન વિભાગે શું જણાવ્યું છે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતમાં નૈઋત્યનું ચોમાસુ ચાલુ થઈ ચૂક્યું છે અને તે ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે આ ચોમાસું સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં 17 થી 20 જૂન ની વચ્ચે પહોંચી જશે ત્યાર પછી 23 જૂન આસપાસ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને ત્યાર પછી 28 જૂન આજુબાજુ ઊત્તર ગુજરાત અને છેલ્લે કચ્છમાં ચોમાસુ પહોંચશે. આ વર્ષે એકંદરે ચોમાસું સારું રહશે અને 96 થી 104 % વરસાદ પડશે.